News of Tuesday, 2nd December 2025
વાંકાનેર : જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડી ખાતે શ્રી ગીતા જ્યંતીના પાવન પર્વ ગીતા સંદેશ આપ્યા બાદ રામવાડીમાં બિરાજમાન શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા એવમ પ્રાતઃ સમરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી તથા રામવાડીના બ્રહ્મલિન સંતશ્રી ભોલેદાસજીબાપુના ધુણાના દર્શનાથે પરમ પૂજ્યશ્રી મોરારીબાપુ પધાર્યા હતા.

વાંકાનેર, તા.૨: જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે પૂજયશ્રી વિરાગમુનિજી સ્થાપિત શ્રી રામક્રુષ્ણ સાધના ટ્રષ્ટ શ્રી ગીતા વિદ્યાલય - ધર્મક્ષેત્ર ખાતે પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં (૫૧ મો શ્રી ગીતા જ્યંતી બેદિવસીય મહોત્સવ ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે યોજાયેલ હતો.
તા.૩૦ મીએ રવિવારના રોજ સાંજે ૪ થી ૭ સંતો કથાકારના સત્સંગ પ્રવચન યોજાયેલ તેમજ શ્રી ગીતા જ્યંતી મહોત્સવ દરમ્યાન શ્રી ગીતા વિદ્યાલયના બાળકો ભાવિકો દ્વારા એવમ વિશ્વ કલ્યાણ અર્થે હોમાત્મક પાઠ યોજાયેલ હતા.
બીજા દિવસે તા.૧ ને સોમવારે શ્રી ગીતા જ્યંતીના યુગ પર્વ દિને સવારે સૌ પ્રથમ શ્રી ગીતા વિદ્યાલયના બાળકો દ્વારા ગીતાજીપાઠ ગુરૂવંદના કરવામાં આવી હતી ત્યારબાદ પૂ. મોરારીબાપુએ મંગલ ગીતા સંદેશ પ્રવચન આપતા કહેલ પૂજ્ય શ્રી વિરાગમુનિની ચેતનાને વંદન સૌ સંતોના ચરણોમાં વંદન આજે ગીતા જ્યંતીના પાવન પર્વ વડીલોને વિનંતી કે તમારા બાળકોને ગીતા વિદ્યાલયમાં મોકલજો શ્રીમદ્દ ભગવત ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે આજે જગતમાં એની કીર્તિ છે દરેક સ્કૂલમાં પણ ગીતા ગવાય છે ગીતા દ્રિદલ ગ્રંથ છે સુખ હોય તો દુઃખ હોય તો ભગવત ગીતાનો પાઠ નિરંતર કરવો.જે જોડિયાધામ ગીતા વિધાલયમાં ચાલે છે અંખડ રામાયણના પાઠ ચાલુ છે ગીતાના પાઠ નિરંતર કરજો.
પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે હમણાં જ મુંબઈની કથામાં કહેલ કે તમારી જોલીમાં રામાયણ અને ગીતાના ગ્રંથ રાખજો જેને સાંભળવા જાવું જોઇએ. ત્યાંથી કંઈક નવું મળે છે વ્યાસજી, પ્રહલાદજી, સુખદેવજી એમનેમ નથી બોલતા ભરોસાનું સ્થાન ચરણ છે ભરોસો ચરણમાં હોવો જોઈએ. વિષાદ અને પ્રસાદની વચ્ચે ભગવત ગીતા છે. પૂજ્ય મોરારીબાપુએ ગીતા જ્યંતીના પાવન પર્વ યુગ દિને મંગલ ગીતા સંદેશ આપી ભાવિકોને કળતાથ કરેલ હતા
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
