<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

જિગીશા પટેલની બબાલથી એક દિવસ બંધ રહેલા ગોંડલના મગફળી ખરીદ કેન્‍દ્રો આજથી ચાલુ

ગોંડલમાં ઉલ્‍ટી ગંગાઃ આપનાં નેતા જિગીશા પટેલને પોલીસ પ્રોટેક્‍શન આપવા મગફળી ખરીદ કેન્‍દ્રનાં પ્રતિનિધિઓએ પ્રાંત અધિકારીને રજુઆત કરી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૦રઃ ગોંડલનાં બીલીયાળા ખાતે ચાલી રહેલા ટેકાનાં ભાવે મગફળી ખરીદ કેન્‍દ્ર પર જિગીશા પટેલે મગફળીનાં તોલ માં ગોલમાલ થઇ રહ્યાનાં આક્ષેપ સાથે વિડીયો ઉતારી વાયરલ કરતા જિગીશા પટેલ ની ડખલગીરી સામે રોષે ભરાઇ બીલીયાળા, જામવાડી, કોલીથડ તથા તાલુકા સંઘનાં ખરીદ કેન્‍દ્ર બંધ રાખી ગોંડલ પ્રાંત અધિકારી રાહુલ ગમારા ને આવેદનપત્ર પાઠવી આપ ના નેતા જિગીશા પટેલ ને પોલીસ પ્રોટેક્‍શન આપવાં માંગ કરી હતી.

  • કોલીથડ સહકારી મંડળીનાં ભાવેશભાઈ પટેલ, જામવાડી મંડળીનાં વિનુભાઈ મોણપરા, બીલીયાળાનાં દિપકભાઈ રૂપારેલીયા, ભાજપ પ્રવકતા પ્રફુલભાઈ ટોળીયા સહિતનાં આગેવાનોએ પ્રાંત અધીકારી ને રજુઆત માં જણાવ્‍યું કે ગુજકો દ્વારા ટેકાનાં ભાવે ખેડુતોની મગફળી ખરીદાઈ રહીછે. બજાર કરતા વધુ ભાવ મળતા હોય ખેડુતો ને સંતોષ છે. ત્‍યારે જિગીશા પટેલ તેના કાર્યકરો સાથે કેન્‍દ્ર પર આવી તોલમાપ અંગે ખોટી રજુઆત કરી રીતસર દાદાગીરી કરી વિડીયો ઉતારી વાયરલ કરેછે.આમ શાંત વાતાવરણ ને બગાડી ગોંડલ ને બદનામ કરી રહ્યા છે. આવા સંજોગો માં જિગીશા પટેલ ને પોલીસ પ્રોટેક્‍શન આપવું જરુરી છે. કારણ કે કોઇ અઘટિત ઘટના ઘટે તો તેઓ ખોટા કે એક પક્ષીય આક્ષેપ ના કરી શકે. વધુ માં કોઈ પણ ખરીદ કેન્‍દ્ર પર તેમનાં દ્વારા મેનેજર ને લેખીત ફરિયાદ કરવી જોઈએ.

મગફળી ખરીદ કેન્‍દ્ર નાં સંચાલકો એ જિગીશા પટેલ ની  ની કનડગત અંગે રોષ ઠાલવ્‍યો હતો. આજથી થી રાબેતા મુજબ ની ખરીદી શરુ કરાશે તેવુ જણાવ્‍યું હતુ

(10:37 AM IST)