News of Tuesday, 2nd December 2025
ચોટીલાના રાજપરામાં હલણ મામલે જીણાભાઇ સરવૈયા પર ધોકાવાળી
ભત્રીજાને ઉકા, જયસુખ સહિતે રોકી માથાકુટ કરતાં કાકા સમજાવવા જતાં તેના પર ત્રણ શખ્સ તૂટી પડયા

રાજકોટ તા. ૨: ચોટીલાના રાજપરા ગામે રહેતાં અને ખેત મજૂરી કરતાં જીણાભાઇ સોમાભાઇ સરવૈયા (ઉ.વ.૪૦) નામના ખેડુત યુવાનને રાતે સાડા દસેક વાગ્યે ગામમાં વાડી નજીક હતાં ત્યારે ઉકા, જયસુખ અને અંકુરે ધોકાથી માર મારતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે નાની મોલડી પોલીસને જાણ કરી હતી.
જીણાભાઇએ જણાવ્યું હતું કે હું ખેતી કરી ગુજરાન ચલાવુ છું. રાતે મારો ભત્રીજો સુરેશ ગેલાભાઇ સરવૈયા ગામની સીમમાં વાડી પાસે ચાલીને જતો હતો ત્યારે ઉકા, જયસુખ સહિતે મારા ભત્રીજાને ઉભો રાખી અહિથી શું કામ ચાલે છે? તેમ કહી માથાકુટ કરતાં ભત્રીજાએ મને ફોન કરતાં હું આ લોકોને સમજાવવા જતાં મારી સાથે પણ ઝઘડો કરી ધોકાથી હુમલો કરી મને માર માર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
