તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Tuesday, 2nd December 2025
રાણાવાવની સિમેન્ટ ફેક્ટરીના કર્મચારીનું રાજકોટમાં હૃદય બંધ પડી જતાં મોત
૪૩ વર્ષિય ધર્મેશભાઇ પરમાર કંપનીના કામે આવી રાતે ત્રિવેણીનગરમાં પિત્રાઇ ભાઇના ઘરે રોકાયા હતાં: સવારે હાર્ટએટેક આવી ગયો

રાજકોટ તા. ૨: હૃદય રોગના હુમલાથી મોતની વધુ એક ઘટના બની છે. જેમાં પોરબંદરના રાણાવાવથી રાજકોટ સિમેન્ટ કંપનીના કામે મોડી રાતે આવ્યા બાદ રાજકોટમાં રહેતાં મોટાબાપુના ઘરે રોકાયેલા યુવાનનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ રાણાવાવ રહેતાં ધર્મેશભાઇ હમીરભાઇ પરમાર (ઉ.વ.૪૩) નામના યુવાન ગત રાતે એકાદ વાગ્યે રાજકોટ આવ્યા હતાં અને ગુરૂપ્રસાદ ચોક ત્રિવેણીનગરમાં રહેતાં પોતાના મોટા બાપુના દિકરા તુલીસભાઇ પરમારના ઘરે રોકાયા હતાં. સવારે પાંચેક વાગ્યે તેઓ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ, ધર્મેન્દ્રભાઇ, રવિભાઇ, પ્રતાપભાઇ સહિતે માલવીયાનગર પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર ધર્મેશભાઇ હાથી સિમેન્ટ કંપનીમાં નોકરી કરતાં હતાં. કંપનીના કામ માટે રાજકોટ આવ્યા હતાં અને આ બનાવ બન્યો હતો. તેના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. તે ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. બનાવથી ખાંટ રજપૂત પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૫)
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
