News of Tuesday, 2nd December 2025
જૂનાગઢમાં દુકાન બહાર પેશાબ કરવાની ના પાડી સમજાવતા યુવકને માર્યો
૪ શખ્સ સામે ફરિયાદ, ધમકી પણ આપી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨ : જૂનાગઢમાં દુકાન બહાર પેશાબ કરવાની ના પાડી સમજાવતા યુવકને ૪ શખ્સે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગતો એવી છે કે, જૂનાગઢમાં હાઉસિંગ બોર્ડમાં રહેતો ઋત્વીક સુનીલભાઈ નાવાણી ઉ.વ. ૧૭ નામનો સગીર ગઈ તારીખ ૨૪ નવેમ્બરના રોજ રાત્રે તેના કાકાની એમ.જી. રોડ પર અભિષેક કોમ્પલેક્ષમાં અંડર ગ્રાઉન્ડમાં આવેલ એન.કે.એન્ટરપ્રાઈઝ નામની દુકાને હતો. ત્યારે ગિરનાર દરવાજા પાસે રહેતો મેહુલ ભારાઈ નામના શખ્સને દુકાનની બહાર પેશાબ કરવાની ના પાડી સમજાવ્યું હતો પરંતુ શખ્સે ઉશ્કેરાઈ જઈને ઢીકાપાટુનો માર માર્યો હતો.
તેમજ શખ્સે ફોન કરી તેના મિત્રોને બોલાવી તેના ૩ મિત્રોએ આવી તેમણે પણ ઋત્વિકને થપ્પડો મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે ગઈકાલે સગીરે ફરિયાદ કરતા બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.(૪.૫)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
