News of Tuesday, 2nd December 2025
અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રા તાલુકામાં ગાઢ વનીકરણ અભિયાન
પર્યાવરણમાં નવા પ્રાણ, પક્ષીઓને રહેઠાણ અને સ્થાનિકોને ઔષધીય લાભ આપતું ‘સુંદરવન'

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ,તા.૨: મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશન પર્યાવરણ સંરક્ષણ માટે સતત કાર્યરત રહ્યું છે. તાજેતરમાં રમણીયા અને બેરાજા ગામોમાં મોટા પાયે વનીકરણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો ઉદ્દેશ્ય ૫,૫૦૦ સ્વદેશી વળક્ષો વાવીને ચાર એકર જમીનમાં ગાઢ જંગલ બનાવવાનો છે. પર્યાવરણમાં નવા પ્રાણ ફૂંકતી વળક્ષારોપણની આ ડ્રાઈવ અનેક રીતે સીમાચિન્હરૂપ છે. અદાણી ફાઉન્ડેશનની ટીમ અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસોથી ગાઢ જંગલ ત્રણ વર્ષમાં સંપૂર્ણપણે સ્થાપિત થઈ જશે.
આ પ્રોજેક્ટ હેઠળ, રમણીયામાં બે એકર જમીનમાં ૩,૦૦૦ વળક્ષો અને બેરાજામાં બે એકર જમીનમાં ૨,૫૦૦ વળક્ષો વાવવામાં આવશે. વાવેતર પ્રક્રિયા દરમિયાન નીંદણ હટાવી જમીનની ફળદ્રુપતા વધારવા તેમજ વાડ અને ટપક સિંચાઈ તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે. નોંધનીય છે કે, લગભગ ૪૦પ્રકારના સ્વદેશી ફળ, ફૂલ અને ઔષધીય છોડનું રોપણ પક્ષીઓ માટે ખોરાક સુનિヘતિ કરશે અને સ્થાનિક સમુદાયને વિપુલ પ્રમાણમાં ઓક્સિજન અને ઔષધીય લાભો પૂરા પાડશે.
આ પહેલ અંતર્ગત ફાઉન્ડેશન દ્વારા બંને ગામોમાં સુંદરવન કુટીર બનાવમાં આવશે, જેનો વડીલો અને પ્રકળતિ પ્રેમીઓ લાભ લઈ શકશે. સ્થાનિકોએ વનીકરણની આ પહેલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. રામણીયાના સરપંચ બળવંતસિંહ ગોહિલે ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું હતું કે,‘‘આ વળક્ષારોપણ થકી ઉભુ થનાર વન પક્ષીઓનુ માટે નવું આશ્રયસ્થાન બનશે ''તો બેરાજાના સરપંચ લાલુભા જાડેજાએ ગાઢ વન ગામની ટેકરીઓને વધુ મનોહર બનાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં લોકોએ અદાણી ફાઉન્ડશનની પહેલને બિરદાવી હતી. આ પહેલ માત્ર પર્યાવરણીય લાભોનું વચન આપતી નથી પરંતુ વડીલો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આનંદ માણવા માટે એક જીવંત જગ્યા બનાવવાનો પણ હેતુ ધરાવે છે. સમુદાયના અને કુદરતી વાતાવરણ વચ્ચેના બંધનને વધુ મજબૂત બનાવે છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
