News of Tuesday, 2nd December 2025
સસ્તામાં ડોલર આપવાનું કહી સવા છ લાખની ઠગાઇનો ફરાર આરોપી ઝડપાયો
લીંબડીની ઘટનામાં ત્રણ મહિને પોલીસને મળી સફળતા

વઢવાણ તા.રઃ છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે લીમડી પોલીસ અને સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો કામે લગાવવામાં આવી હતી અંતે આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર જે.વાય. પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના I/C. પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એ.રાયમા નાઓએ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ખાસ એકશન પ્લાન હેઠળ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમ તે દીશામા પ્રયત્નશીલ હોય પો.હેડ કોન્સ.અજયવીરસિંહ ઝાલા તથા પો.કોન્સ.અશ્વિનભાઇ માથકીયા નાઓને મળેલ હકીકત આધારે લીંબડી પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૨૧૧૦૩ ૧૨૫૦ ૪૦૨/૨૦૨૫ બી.એન. એસ. કલમ. ૩૧૬(૨), ૩૧૮(૪), ૫૪ મુજબના ડોલર દ્વારા રૂપીયા ૬,૨૦,૦૦૦/- ના ચીટીંગના ગુનામા સંડોવાયેલ આરોપીની ચીટીંગના ગુનામા તેના ભાગમાં આવેલ રૂ.૯૦૦૦/- સાથે સુરેન્દ્રનગર હેલીપેડ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી મજકુર આરોપીને વધુ કાર્યવાહી અર્થે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
