<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

શાપર-વેરાવળ પોલીસે ચોરાઉ બાઇક સાથે બહાદુર સીંગલને ઝડપી લીધો

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ (નીચે બેઠેલ) સાથે પોલીસ સ્‍ટાફ નજરે પડે છે.

રાજકોટ તા. ર :.. શાપર-વેરાવળ પોલીસે ચોરાઉ બાઇક સાથે એક શખ્‍સને પકડી પાડી બાઇક ચોરીનો ભેદ ઉકેલ્‍યો હતો.

પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્‍યનાએ અનડીટેકટ ગુન્‍હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર(વે.) પો. સ્‍ટે.ના પો. ઇ. આર. બી. રાણા તથા સર્વેલન્‍સ સ્‍ટાફે ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સથી મળેલ હકિકત આધારે શાપર વેરાવળ પો. સ્‍ટે.ના બાઇક ચોરીના ગુન્‍હાના કામે ચોરી થયેલ મો. સા. સાથે આરોપી (૧) બહાદુર ઉકાભાઇ સીંગલ ધંધો મજૂરી, રહે. મોટી મેંગણી ગામ તા. લોધીકાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કબ્‍જે કરેલ હતી.

આ કાર્યવાહી શાપર-વેરાવળના પો. હેઙ કો. જગશીભાઇ ઝાલા, પ્રતીપાલસિંહ રાણા, દિનેશભાઇ ખાટરીયા, વિરમભાઇ ભીંભા, પો. કો. લખધીરસિંહ જાડેજા, અલ્‍પેશભાઇ ડામસીયા, વિમલભાઇ વેકરીયા, મનસુખભાઇ ચૌહાણ, રાજદીપસિંહ જાડેજા, દિવ્‍યેશભાઇ શામળા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે. 

 

(11:49 AM IST)