<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

ખંભાળીયાની સરકારી હોસ્‍પિટલની મુલાકાતે કલેકટર રાજેશકુમાર તન્‍ના

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર :.. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશકુમાર તન્ના દ્વારા ગઇકાલે દ્વારકા જિલ્લાની સૌથી મોટી ખંભાળીયાની સરકારી હોસ્‍પિટલની આકસ્‍મીક મુલાકાત લીધી હતી.

સરકારી હોસ્‍પિટલની મુલાકાતમાં તેમણે જુદા જુદા વોર્ડની મુલાકાત લઇને દર્દીઓના ખબર અંતર પણ પુછયા હતા. તથા તેમની વાતો પણ જાણી હતી. તથા અલગ અલગ વોર્ડમાં દર્દીઓને અપાતી સગવડો તથા ઉપલબ્‍ધ મેડીકલ સુવિધાઓની સમીક્ષા કરી હતી. તથા ડોકટરો તથા મેડીકલ સ્‍ટાફને જરૂરી સુચનાઓ પણ આપી હતી તથા હોસ્‍પિટલમાં સગવડો વધારવા બાબતે પણ હોસ્‍પિટલ અધિકારીઓ સાથે ચર્ચાઓ પણ કરી હતી.

(1:29 PM IST)