<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

જેતપુરના સાહિલને ‘પાસા'માં ધકેલાયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. રઃ જેતપુરમાં મારામારી સહિતના ગુન્‍હામાં સંડોવાયેલ શખ્‍સને પાસા તળે જેલમાં ધકેલી દેવાયો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક તથા મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્રાજ ની સુચના અન્‍વયે મારામારીના ગુન્‍હામાં સંડોવાયેલ જેતપુર શહેર વિસ્‍તારમાં સાહીલ કાસમભાઇ લાખા, રહે.જેતપુર, જુનાગઢ રોડ, દેવ્‍યાની એપાર્ટમેન્‍ટ સામેની ગલીમાં, તા.જેતપુર ની વિરૂધ્‍ધમાં જેતપુર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એ.ડી. પરમાર દ્વારા ‘પાસા' પ્રપોઝલ તૈયાર કરી, જીલ્લા મેજીસ્‍ટ્રેટ, રાજકોટ તરફ મોકલી આપતા જીલ્લા મેજીસ્‍ટ્રેટ અને કલેક્‍ટર ડો.ઓમપ્રકાશ દ્વારા મજકુર ઇસમની પાસા મંજુર કરી, આરોપીને મહેસાણા મધ્‍યસ્‍થ જેલ ખાતે મોકલી આપવા હુકમ કરતા રૂરલ એલસીબીના પી.આઇ. વિજય ઓડેદરા તથા ટીમ અને જેતપુર પોલીસે સાહિલને દબોચી લઇ મહેસાણા જેલમાં ધકેલી દિધો હતો. (૧) જેતપુર સીટી પો.સ્‍ટે. પાર્ટ એ ગુ.ર.ન. ૧૧૨૧૩૦૨૨૨૫-૦૬૧૫/૨૦૨૫ ભારતીય ન્‍યાય સંહિતા ૨૦૨૩ ની કલમ- ૧૧૫(૨), ૧૨૭(૨), ૧૪૦(૨), ૩૦૯(૬), ૩૫૧(૩), ૩૫૨, ૩૩૧(૬), તથા જી.પી.એક્‍ટ કલમ-૧૩૫ મુજબ.

(ર) જેતપુર સીટી પોલીસ સ્‍ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૨૨૨૫-૦૫૯૫/૨૦૨૫ ભારતીય ન્‍યાય સંહિતા ૨૦૨૩ ની કલમ - ૧૦૯(૧), ૧૧૫(૨), ૧૧૭(૨), ૧૧૮(૧), ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૧(૩), ૩૫૨, તથા જી.પી.એક્‍ટ કલમ-૧૩૫ મુજબ.

આ કાર્યવાહી રૂરલ એલસીબીના  એ.એસ.આઇ. બાલકળષ્‍ણભાઇ ત્રીવેદી તથા અમિતસિંહ જાડેજા, જેતપુરના એ.એસ.આઇ. ભાવેશભાઇ ચાવડા, મીલનસિંહ ડોડીયા, પોલીસ હેડ કોન્‍સ. સાગરભાઇ મકવાણા,  ઘવલભાઇ ગાજીપરા, પોલીસ કોન્‍સ. અમીતભાઇ સિધ્‍ધપરા, પ્રદિપભાઇ આગરીયા, ભગીરથસિંહ જાડેજા તથા શક્‍તિસિંહ ઝાલા તથા લાખુભા રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.

(1:40 PM IST)