તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 2nd December 2025
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌલોકધામ તીર્થ ખાતે પાવનકારી ‘ગીતા જયંતિ'ની શ્રદ્ધાભેર ઉજવણી
ગીતા મંદિર ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનું પૂજન અને ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ ગીતા પાઠનું પઠન

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.રઃ માર્ગશીર્ષ શુક્લ એકાદશી એટલે કે ‘મોક્ષદા એકાદશી'ના પાવન અવસરે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીતા જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. સનાતન ધર્મના પરમ પવિત્ર ગ્રંથ અને માનવજાતને ધર્મ, કર્મ અને સત્યનો માર્ગ ચીંધનાર શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પ્રાદુર્ભાવ આજની તિથિએ થયો હોવાથી આ દિવસનું અનેરું મહત્વ છે.
આ પવિત્ર દિવસે દ્વાપર યુગમાં કુરુક્ષેત્રના રણમાં પોતાના સ્વજનો અને તોહીઓને વિરોધી શિબિરમાં જોઈને અર્જુન હતાશા અને વિષાદમાં ગરકાવ થયા હતા. તે સમયે ભગવાન શ્રીકળષ્ણએ અર્જુનને મોહમાંથી મુક્ત કરી પોતાના કર્તવ્યનું ભાન કરાવવા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો દિવ્ય ઉપદેશ આપ્યો હતો. હજારો વર્ષો પછી પણ આ ઉપદેશ મનુષ્યને નિરાશા, ક્રોધ અને અહંકાર જેવી નકારાત્મક લાગણીઓથી મુક્ત કરી નિષ્કામ કર્મના માર્ગે દોરી જાય છે.
ગીતા જયંતિના આ પાવન અવસરે, ભગવાન શ્રીકળષ્ણના સ્વધામ ગમન સ્થળ એવા ગૌલોકધામ તીર્થ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. અહીં શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાયના શ્લોકોથી અંકિત ૧૮ સ્તંભો પર નિર્મિત ભવ્ય ગીતા મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના ગ્રંથનું વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.
વાતાવરણને વધુ દિવ્ય બનાવતા, શ્રી સોમનાથ ટ્રસ્ટની સંસ્કળત પાઠશાળાના ઋષિકુમારો અને શ્રી સોમનાથ સંસ્કળત વિશ્વવિદ્યાલયના છાત્રો દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના ૧૮ અધ્યાયના સંપૂર્ણ પાઠનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર પરિસર ગીતાજીના શ્લોકોથી ગુંજી ઉઠ્યું હતું.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
