<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

ધોરાજી ખાખરાપા વિસ્‍તારમાં જર્જરિત મકાનની દિવાલ તૂટી પડતા બાળકીને ઇજા

ધોરાજી, તા. રઃ ખાખરાપા વિસ્‍તાર માં ત્રણ માળના એક જૂના મકાનની એક ભાગની દિવાલ વહેલી સવારે ધરાશાઈ થઈ ધડાકા ભેર તૂટી પડતા રહેણાંક વિસ્‍તારમાં અફડા તફડી મચી જવા પામી હતી. તેમજ આ મકાનમાં સૈયદ પરિવારના ત્રણ વ્‍યક્‍તિઓ મકાનની અંદર હતા જેમાં એક પાંચ વર્ષની બાળકીને ગંભીર ઈજા થતાં તેમને તાત્‍કાલિક નજીકની હોસ્‍પિટલમાં સારવાર આપવામાં આવી હતી જ્‍યાંથી બાળકીને ગંભીર ઈજા જણાતા વધુ સારવાર અર્થે જુનાગઢ હોસ્‍પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી.

બનાવને પગલે સ્‍થાનિક રહેવાસીઓએ જણાવેલ કે આ બાબતે નગરપાલિકા તંત્રને જાણ કરતા તંત્ર સમયસર આવેલ ન હતું.

ધોરાજી શહેરમાં અનેક જુનવાણી મકાનો રાજાશાહી સમયના બાંધકામો આવેલા છે જે અત્‍યંત જર્જરીત હાલતમાં હોય અને ત્રણ માળ સુધીના મકાનો હોય જે અત્‍યંત જોખમી હાલતમાં હોય ધોરાજીમાં આ પ્રકારના બનાવો બનતા રહે છે ત્‍યારે ધોરાજી નગરપાલિકાએ જુનવાણી અને જર્જરિત ઇમારતો મામલે ચોક્કસ કાર્યવાહી હાથ ધરવી જોઈએ અન્‍યથા કયારેય કોઈ ગંભીર ઘટના સર્જાવાની ભીતિ રહેલી છે.(તસવીરઃ કિશોર રાઠોડ)

(1:29 PM IST)