<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

અમરેલી : ગજેરા કેમ્‍પસ - વિદ્યાસભાને ઓલ ઈન્‍ડિયા પ્રાઇવેટ સ્‍કૂલ એસોસિએશન- ન્‍યૂ દિલ્‍હી અને GFSMA- Gujarat દ્વારા એવોર્ડ એનાયતઃ સંસ્‍થામાં ફક્‍ત શિક્ષણ નહીં પણ સાથે સાથે સર્વાંગી શિક્ષણ થી બાળકોના ઉજ્જવળ ભવિષ્‍ય ઘડતર કરી ઉત્તમ નાગરિક બનાવવા તે અમારું કર્તવ્‍ય છે - વસંતભાઈ

 

અમરેલી : સમગ્ર ગુજરાતમાંથી સર્વશ્રેષ્ઠ શાળાઓમાંથી ૬૫૦ની એન્‍ટ્રી મળેલ જેમાંથી ૧૪૩ પસંદગી થયેલ. સર્વોત્તમ શિક્ષણના સ્‍વપ્‍નદ્રષ્ટા એવા વસંતભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ કાર્યરત ગજેરા કેમ્‍પસ- વિદ્યાસભામાં ૧૦ જેટલા ક્રાઈટ એરિયા જેમાં સંસ્‍થામાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્‍ધ અભ્‍યાસ સાથેની સુવિધા ડિજિટલ શિક્ષણ, અધ્‍યતન લેબ, રોબોટિક્‍સ લેબ, રમત- ગમત, કલા સાહિત્‍ય, સ્‍કિલ ડેવલપમેન્‍ટ, વગેરે જેવા ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ વર્ષે જ સમગ્ર સૌરાષ્‍ટ્રમાં સર્વોત્તમ શૈક્ષણિક સંસ્‍થાનો એવોર્ડ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યો હતો. વિદ્યાસભા - ગજેરા કેમ્‍પસ માં નિવાસી વ્‍યવસ્‍થા સાથે નર્સરીથી કોલેજ સુધીનું શિક્ષણ મળી રહ્યું છે સાથે સંસ્‍થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાના વિચાર મુજબ બાળકોને સર્વાંગી વિકાસ અર્થે સહઅભ્‍યાસ સ્‍કિલ બહાર લાવી સર્વાંગી શિક્ષણ આપવા માટે સત્તત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના એવોર્ડ થી સંસ્‍થા મેનેજમેન્‍ટ અને સ્‍ટાફના દ્રઢ મનોબળમાં વધારો થાય છે તેમ સંસ્‍થાના કેમ્‍પસ ડાયરેક્‍ટર શ્રી વસંતભાઈ પેથાણીદ્વારા જણાવવામાં આવ્‍યું હતું.

સંસ્‍થાના પ્રમુખ  વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી અને તમામ ટ્રસ્‍ટી દ્વારા કર્મચારીઓને અભિનંદન પાઠવ્‍યા માં આવ્‍યા હતા.  આ પ્રસંગે સાંસદ પરશોતમભાઈ રૂપાલા ભૂતપૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રભાઈ ચુડાસમા સીજુ અગસ્‍ત - અખિલ ભારતીય સ્‍વનિર્ભર શાળા ભરતભાઈ ગાજીપરા - ગુજરાત રાજ્‍ય સ્‍વનિર્ભર શાળા જતીનભાઈ ભરાડ - મનોહરભાઈ ગોહેલ, કપિલ સ્‍વામી, ડી. વી.મહેતા તેમજ રાષ્‍ટ્રીય અને રાજ્‍ય કક્ષાના સેલ્‍ફ ફાઇનાન્‍સ મંડળ સાથે સંકળાયેલા પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ - અમરેલી)(

(1:17 PM IST)