<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

મોરબીમાં વિવાદાસ્પદ ધાર્મિક સ્થળનું ડિમોલેશન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ મોરબીમાં આવેલ ખુબજ વિવાદાસ્પદ અને રાજવી પરિવારનું મનાતું ઍક સ્થળ ડિમોલેશન કરીને તોડી પડાયું છે. આ સ્થળ મોરબીના મણી મંદિર પાસે આવ્યાનું જાણવા મળ્યું છે.

મોરબીના ખુબજ જાણીતા મણી મંદિર પાસે આવેલ દરગાહનું આજે બપોરે મોરબી કોર્પોરેશન ટીમ દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું છે. આ દરગાહનો ઍક ભાગ મણી મંદિરને અડાડી દેવામાં આવ્યો હતો. આ મુદદ્દે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે બાદ આજે હાઇકોર્ટના આદેશથી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.

ડિમોલલેશન બાદ મચ્છી પીઠ પાસે ટોળા ઍકત્ર થયા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે પોસ્ટઓફિસ પાસે પણ લોકોઍ આક્રોશ ઠાલવ્યો હતો.

 

 

(5:00 PM IST)