News of Tuesday, 2nd December 2025
મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા તળે સુરત જેલહવાલે.

( પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી સિટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ રવિભાઈ ભુદરભાઈ પનારા ઉ.વ.ર૪, રહે નળખંભા ગામ, તા.થાનવાળાનું પાસા વોરંટ ઈશ્યુ થયેલ હોય, એલસીબીની ટીમે તેને ડીટેઈન કરી સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઈ એમ.પી.પંડયા, પીએસઆઈ બી.ડી.ભટ્ટ, પીએસઆઈ જે.પી. કણસાગરા સહિતના રોકાયેલ હતા.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
