<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

'ઑપરેશન ક્લિન' સફળ! ધ્રોલના હેડ કોન્સ્ટેબલ રાજેશ મકવાણાએ 5 ઘરફોડ ચોરી ડિટેક્ટ કરી; રેન્જ આઇજીએ કર્યું સન્માન.

 

રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ દ્વારા જામનગર જિલ્લા પોલીસના એક જવાનને ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ વિશેષ સન્માન પત્ર આપી ગૌરવવંત કરવામાં આવ્યા છે.

શ્રી રાજેશભાઇ કાથળભાઈ મકવાણા, જેઓ ઘ્રોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, તેમને તેમની અસાધારણ કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇએ ધ્રોલ તાલુકા વિસ્તારમાં મિલ્કત સબંધી વણ શોંધાયેલ ચોરીઓના ગુનાઓ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની હ્યુમન સોર્સ (માનવ સંસાધન) અને સ્થાનિક બાતમીદારોનો ઉપયોગ કરવાની કુશળતાને કારણે, તેઓએ ૧ ઘર ફોડ ચોરી અને ૪ સાદી ચોરીઓ સહિતના ગુનાઓને સફળતાપૂર્વક શોધી કાઢ્યા હતા.

રેન્જ આઇજી શ્રી અશોક કુમાર યાદવ દ્વારા આ કામગીરીની નોંધ લેવામાં આવી હતી અને પોલીસ ફોર્સમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવવા બદલ રાજેશભાઇ મકવાણાને આ પ્રશંસાપત્રથી સન્માનીત કરીને ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.( સંજય ડાંગર ધ્રોલ) 

(12:19 AM IST)