<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

બોટાદમાં ભગવાનપરામાં છરીના ઘા ઝીંકનાર આરોપીની ધરપકડ

સામાન્ય બોલાચાલી અને ઝઘડામાં આરોપીએ હુમલો કર્યો હતો: અસામાજિક તત્વોની પોલીસે સર્વિસ કરી


 બોટાદ: ભગવાનપરામાં છરીના ઘા ઝીંકનાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સામાન્ય બોલાચાલી અને ઝઘડામાં આરોપીએ હુમલો કર્યો હતો. જેના કારણે બોટાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો પેદા થયા હતા. મુખ્ય આરોપી ભાવેશ રાણપુર નજીકના વિસ્તારનો રહેવાસી છે.
બોટાદ શહેરના ભગવાનપરા વિસ્તારમાં ગત 23 નવેમ્બરના રોજ એક યુવકને છરી મારવાની ઘટના બની હતી. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. સામાન્ય બાબતમાં બે વ્યક્તિઓએ યુવક પર હુમલો કરી છરીના ઘા ઝીંક્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સોનાવાલા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે તેને ભાવનગર રિફર કરાયો હતો.
આ ઘટનામાં બે આરોપીઓ પૈકી એક સગીર વયનો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય આરોપી ભાવેશ રાણપુરનો રહેવાસી છે. પોલીસે આરોપી ભાવેશ પાસેથી હુમલામાં ઉપયોગમાં લેવાયેલ બાઈક અને છરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળ પર આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો તે અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. છરી મારવાની ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે નામદાર કોર્ટમાં આરોપીના રિમાન્ડની માગણી કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

 

(1:14 AM IST)