News of Wednesday, 3rd December 2025
જામસાહેબની તબિયત નાદુરસ્ત: આગામી ૫ દિવસ સુધી તમામ મુલાકાતો રદ: હવેથી મર્યાદિત દિવસોમાં જ મળી શકાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૩ : જામનગરના રાજવી જામસાહેબની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર સામે આવ્યા છે. જામસાહેબની તબિયત નાદુરસ્ત અને થોડી ચિંતાજનક બનતા આગામી ૫ દિવસો માટેની તમામ મુલાકાતો રદ કરવામાં આવી છે અને ભવિષ્યની મુલાકાતો માટે પણ નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
આગામી ૫ દિવસ મુલાકાત બંધ: શ્રી હજૂર હાઉસહોલ્ડ કમ્પટ્રોલર નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ૩ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ જાહેર કરવામાં આવેલી વિગત મુજબ, જામસાહેબની તબિયત હાલમાં થોડી ચિંતાજનક છે. આ સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને, આજની તેમજ આગામી ૫ દિવસ સુધીની તમામ નિર્ધારિત મુલાકાતો રદ કરવામાં આવી છે. જામસાહેબે આ અગવડતા બદલ સૌને ક્ષમા કરવા અને પરિસ્થિતિને સમજીને સહકાર આપવા વિનંતી કરી છે.
હવે પછી મુલાકાતનો નવો સમય: જાહેર કરાયેલા પરિપત્રમાં ભવિષ્યની મુલાકાતો માટે પણ નવી માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ ૫ દિવસો પછી જામસાહેબ સાથેની મુલાકાત માત્ર મંગળવારથી શુક્રવાર દરમિયાન જ શક્ય બનશે.
મુલાકાત માટેનો સમય નીચે મુજબ રહેશે: સવારે: ૧૦ થી ૧૨ વાગ્યા સુધી અને સાંજે: ૪ થી ૫ વાગ્યા સુધી..
આ સિવાયના દિવસો કે સમયમાં મુલાકાત આપી શકાશે નહીં, જેની તમામ લાગતા-વળગતાઓએ નોંધ લેવા જણાવાયું છે.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
