News of Wednesday, 3rd December 2025
ઉના નવાબંદરના ર પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડઃ ફરજમાં બેદરકારી છતી થઇ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૩ :.. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સતીષભાઇ જોધાભાઇ સોલંકી અને મનસુખભાઇ અરજણભાઇ ચાવડા બન્નેને ફરજમાં બેદરકારી માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉનાની ન્યાય અદાલત સામે એક હથિયાર રેઢું હોવાની જાણ જાગળત નાગરિકે ઊના પ્રાંત ના નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચૌધરી ને કરતા તેમણે તુરંત ઊના ના પી. એસ. આઈ. હરપાલસિંહ સરવૈયા ને કરતા તુરંત. સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા આ મોટર કાર વાંસોજ ગામ ના વકીલ ધર્મેન્દ્રગિરી ગોસ્વામી ની હોવાની અને કોર્ટમાં કામ સબબ ગયા હતા અને તેમણે જણાવેલ કે તે મળતક અમિત જેઠવા ની હત્યા ના સાક્ષી છે હાય કોર્ટ માં તેમને જુબાની આપી હોય તેથી તેમના રક્ષણ માટે નામદાર હાઈ કોર્ટે દ્વારા તેમને હથિયાર ધારી પોલીસ નું રક્ષણ આપેલ છે.
આ કાર્બબાઈન ગન પોલીસ ની હોવાનું જણાવ્યું હતું. પોલીસ હાજર ના હોય તેમણે ગંભીર ફરજ માં બેદરકારી દાખવી હોય તેનો રિપોર્ટ નાયબ પોલીસ અધિક્ષક એમ એફ. ચૌધરી એ જિલ્લા પોલીસ વડા ને કરતા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપ સિંહ જાડેજા એ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા પોલીસ કર્મચારી સતીષભાઈ જોધાભાઈ સોલંકી અને મનસુખભાઈ અરજણ ભાઈ ચાવડા જે ને હથિયાર સાથે ધર્મેન્દ્રગિરી ગોસ્વામી ને રક્ષણ આપવાનું હોય પરંતુ ફરજ માં બેદરકારી દાખવી હોય તુરંત તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરવા હુકમ કર્યો છે. જિલ્લા પોલીસ વડા ની કડક કાર્યવાહી થી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
