News of Wednesday, 3rd December 2025
મોરબીમાં દરગાહનું દબાણ હટાવાયા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
અફવા ઉપર ધ્યાન ન આપવા પોલીસની અપીલ : પ ડીવાયએસપી સહિત પપ૦ પોલીસ કર્મચારીઓ ફરજ ઉપર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૩: મોરબીમાં મણીમંદિરની બાજુમાં આવેલ દરગાહના દબાણ પર ગઈકાલે તંત્ર દ્વારા ઓચિંતું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અઢી કલાક જેટલા સમયમાં આ દરગાહ તોડી પાડવામાં આવી હતી. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મણીમંદિરને અડીને આવેલી એક દરગાહનું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતુ. આ ડીમોલેશન આશરે ૨:૩૦ વાગ્યાના અરસામાં શરૂ કરવામાં આવ્યુ હતું. તેની અડધી કલાક પહેલા જ બેઠો પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો. વધુમાં આ ડીમોલેશનના બંદોબસ્ત માટે રાજકોટ અને જામનગરથી પણ પોલીસ બોલાવાય હતી. ૫૦ જેટલા પોલીસ અધિકારીઓ તેમજ ૧૦૦૦ જેટલા પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલે મણીમંદિર ઉપરાંત શહેરના બીજા અનેક વિસ્તારોમાં પણ પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા. ૧૦થી વધુ જેસીબી, ૨ હિટાચી અને ૧૦થી વધુ ડમ્પરની મદદથી માત્ર અઢી કલાક જેટલા સમયમાં દરગાહ હટાવી દેવામાં આવી હતી.
જીલ્લા પોલીસ દ્વારા દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ હાથ ધરાયું હતુઃ લોકોને સોશિયલ મીડિયા પર કોઈ આપત્તિજનક ટિપ્પણી કરવા કે કોઈ ખોટી અફવા ન ફેલાવવા અપીલ કરવામાં આવી હતી.
મોરબીમાં મણીમંદિરને અડીને આવેલ દરગાહનું દબાણ તંત્ર દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું હતુ. બીજી તરફ પોલીસ દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. વધુમાં ખોટી અફવા પર ધ્યાન ન આપવા પણ અપીલ જાહેર કરવામાં આવી હતી.
મોરબીમાં ગઈકાલે મણીમંદિરની બાજુમાં આવેલ દરગાહનું દબાણ બપોરબાદ હટાવવામાં આવ્યું હતુ. આ ડીમોલેશનના બંદોબસ્ત માટે રાજકોટ અને જામનગરથી પણ પોલીસ બોલાવાય હતી. ૫૦ જેટલા પોલીસ અધિકારીઓ તેમજ ૧૦૦૦ જેટલા પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતુ.
વધુમાં સોશિયલ મીડિયામાં તથા અન્ય જગ્યાએ ફેલાતી અફવાઓ ઉપર ધ્યાન ન આપવા જાહેર અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકોને સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર શાંતિ ભંગ થાય તેવી આપત્તિજનક કે ઉશ્કેરણીજનક ટિપ્પણી ન કરવા અને ખોટી અફવા ન ફેલાવવા પણ અપીલ કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા મોરબી જિલ્લાના ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઈલ, પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારો પૈકી નવલખી પોર્ટ, મચ્છુ ડેમ- ૧ અને ૨, નવલખી દરિયાઈ વિસ્તારના આઈલેન્ડના ૨ કિ.મી.ના વિસ્તારમાં, મોરબી સબ જેલની ૨૫૦ મીટર વિસ્તારમાં, આઈ.ઓ.સી. પાઈપ લાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા.લી.કંપની, વાછકપર, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુંતાસીથી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન, ડિસ્ટ્રીકટ કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, નગર દરવાજા માર્કેટ- મોરબી, બસ સ્ટેશન- મોરબી, રેલ્વે સ્ટેશન- મોરબી, સિવિલ હોસ્પિટલ, નવલખી અને જુના અંજીયાસર ફીસીંગ પોઈન્ટ, જિલ્લામાં આવેલ તમામ વીજ સબ સ્ટેશનો, ડેમી ડેમ- ૧ અને ૨, બ્રાહ્મણી ડેમ- ૧ અને ૨, બંગાવડી ડેમના ૧૦૦ મીટરના વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેર ૫૦ મીટરના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધાત્મક હુકમ આગામી તારીખ ૩૧/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.(૯.૧૭)
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
