News of Wednesday, 3rd December 2025
લીંબડીના બોરણા ગામે વેપારીએ ઝેર પીધું : જીરૂના ભાવ ઘટી જતા દેણામાં આવેલ
વ્યાજે નાણા લીધા અને તમામ મિલ્કતો વેંચી નાખી છતાં નહીં ભરાતા પઠાણી ઉઘરાણીથી ત્રાસી જતા આપઘાતનો પ્રયાસ કર્યો : ૧૮ લોકોનો ત્રાસ હોવાનો પોલીસ સમક્ષ રજૂઆતથી ચકચાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૩ : ખેડૂતની ભાષામાં જીરું એક જુગાર છે વાવેતર સમયે પણ અને ત્યારબાદ ઉત્પાદન પછી પણ પૂરતા ભાવ મળે કે ન મળે તે એક ખેડૂતોના મનમાં કાયમ માટે સવાલ રહેતો હોય છે ત્યારે લીંબડી તાલુકાના બોરણા ગામના જીરાના વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે કોષીયા રમેશભાઇ નામના જીરાના વેપારીએ ઝેરી દવા પી લઈ અને જીવન ટુંકવવાનો પ્રયાસ કર્યો છે જોકે તેમને હાલ સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે
ઊંચા ભાવે જીરાની ખરીદી કર્યા બાદ જીરા નું બજાર બેસી ગયું અને વેપારીને ન છૂટકે નીચા ભાવે જીરાનું વેચાણ કરવું પડ્યું જેને લઇને બોરણા ગામના વેપારીને દેવું થઈ ગયું દેવુ ભરવા માટે વેપારી દ્વારા ૦૬ ઈસમો પાસેથી ઉછીતા નાણાં લેવામાં આવ્યા અને તે છતાં પણ દેવાનું ન ભરાયું વેપારી દ્વારા સાત ઇસમો પાસેથી અંદાજિત ૧૭ લાખથી વધુની રકમ ઉછીની લેવામાં આવી પરંતુ તે છતાં પણ ન ભરાતા પોતાની વારસાઈમાં મળેલી મિલકત પણ વેચાણ કરી અને દેણું ભરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે છતાં પણ દેવનું નહીં ભરાતા અંતે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
ખેડૂતો પાસેથી મોંઘી કિંમતમાં જીરાની ખરીદી કરી લેવામાં આવી હતી ત્યારબાદ અચાનક જીરાની બજાર ગગડી જતા દણું થઈ ગયા હોવાનું સામે આવ્યું છે વેપારી દ્વારા ૩૦.૮૦ લાખની ચુકવણી કરી દેવામાં આવી હોવાનો ઉલ્લેખ પોલીસ સમક્ષ કરેલી અરજીમાં કરવામાં આવ્યો છે વેપારી છેલ્લા છ મહિનાથી અલગ અલગ વિસ્તારમાં સંતાઈને રહેતો હતો અને પઠાણી ઉઘરાણીથી કંટાળી જઇ પોલીસ સમક્ષ ૧૮ લોકોના નામો આપવામાં આવ્યા છે જેમાં ૧૧ જેટલા ખેડૂતો હોવાનું પણ સામે આવ્યું છે.
હાલમાં આ સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે જામડી વસ્તડી તેમજ અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરતા લોકો પાસેથી રૂપિયા ઉછીના લેવામાં આવ્યા હતા કોઈ પાસેથી જીરુ ખરીદી કરવામાં આવ્યું હતું અને પૈસા ચૂકવવા માટે વેપારી અસમર્ર્થ નિવડ્યો હતો.
જેમાં બળવતસંગ ગોહિલ રાઠોડ રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ પરમાર મહિપતસિંહ મનુભા સિંધવ રાજુભાઈ ગેલાભાઈ ભોચિયા હકાભાઇ દેવાભાઈ લોલાડીયા ચંદુભાઈ લક્ષ્મણભાઈ પાસેથી હાથ ઉંછીના રૂપિયા લેવામાં આવ્યા હતા ત્યારે રાઠોડ દિલીપસિંહ સિંધવ રાજુભાઈ સિંધવ ભીખુભાઈ ગોહિલ પ્રવીણભાઈ ગોહિલ લાલુભાઈ ઘાઘરેટીયા દિનેશભાઈ લોલડીયા ધર્મેન્દ્રભાઈ લોલડીયા ગણપતભાઈ ભોચિયા આકાશભાઈ રાઠોડ મહેન્દ્રભાઈ ગળથરા રમેશભાઈ અને આત્મ હત્યાના પ્રયાસ કર્યો છે હાલ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. (૯.૧૮)
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
