ગોંડલના ગોમટા પાસે કારખાનામાં મજૂરો ઉપર હુમલો કરનાર ૪ શખ્સો પકડાયા
નોકરી પરત મળે તે માટે પરપ્રાંતીય મજૂરો ઉપર હુમલો કર્યાની કબુલાત તસ્વીરમાં પકડાયેલ ચારેય શખ્સો નજરે પડે છે.

રાજકોટ તા. ૩ :.. ગોંડલના ગોમટા પાસે ત્રણ મહિના પૂર્વ કારખાનામાં મજૂરો ઉપર હુમલો કરનાર ૪ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતાં.
મળતી વિગતો મુજબ ગત તા. ૧૯-૮ ના રોજ અજાણ્યા આરોપીઓએ પુર્વનિયોજીત કાવતરૂ રચી રચી રાત્રીના ફરીયાદી તથા સાહેદ કે જેઓ, પરદેશ ક્વિક ફુડ નામની કંપનીમાં કોલ્ડ સ્ટોરેજ ઓપરેટર તરીકે કામ કરતા, તેઓને આરોપીઓએ ભેગા મળીને લોખંડના સળીયા તથા લાકડી વડે આડેધડ શરીરે માર મારી ફરીયાદીને મુંઢ ઇજા તેમજ સાહેદને પાસળીના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા પહોંચાડી ફરીયાદી તથા સાહેદને જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરીયાદ તાલુકા પોલીસ મથકમાં થતા એસ. પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસે તપાસ કરતા
જાણવા મળેલ કે, કારખાનામાં જે પરપ્રાંતીય મજુરો કામ કરે છે તેઓની પહેલા ત્યાં અન્ય માણસો કામ કરતા હતા, તેઓને કાઢી નાખતા તેઓએ આ ગુનો આચરેલ છે. આથી શકમંદ ઈસમો પૈકી મુખ્ય આરોપી (૧) વિશાલ ઉર્ફે વિશુ બાબુભાઇ ભડેલીયા, ઉ.વ.૨૫ રહે,વાળા ડુંગરા ગામ તા.જેતપુર જી.રાજકોટ વાળાની પુછપરછ કરેલ. પરંતુ આરોપી શાતીર હોવાના કારણે ગુનાની કબુલાત આપેલ નહી. આરોપીઓ ગુના દરમ્યાન પોતાના મોબાઇલ ફોન ઘર પર છોડી દીધેલ અને સીસીટીવી ફુટેજ કારખાનામાં બંધ છે તે વાત પણ જાણતા હોવાથી કારખાનામાં હાજર ફરીયાદી તથા સાહેદને રાત્રીના સમયે મોઢે રૂમાલ બાંધીને માર મારેલ તાલુકા પોલીસે મુખ્ય આરોપી વિશાલને પકડી આકરી પુછતાછ કરતા તેણે તથા તેના સાગ્રીતો
(૧) વિશાલ ઉર્ફે વિશુ બાબુભાઇ ભડેલીયા, રહે.વાળા ડુંગરા ગામ તા.જેતપુર જી.રાજકોટ
(૨) ઉમેશ ઉર્ફે બાંગુ ચોથાભાઇ મોરબીયા, રહે.વાળા ડુંગરા ગામ તા.જેતપુર જી.રાજકોટ
(૩) ગૌતમ ઉર્ફે ગટી ભુપતભાઇ રાઠોડ, રહે વાળા ડુંગરા ગામ તા.જેતપુર
(૪) કમલેશ ઉર્ફે કમો જેન્તીભાઈ સોલકી, રહે. છાપરવાડી ૨ ડેમના કાંઠે, જેપુર ગામ તા.જેતપુર જી. એ હુલો કર્યાની કબુલાત આપતા ધરપકડ કરાઇ હતી.
આ કાર્યવાહી ગોંડલ તાલુકા પોલીસ મથકના શ્રી આર.જે.જાડેજા, રણજીતભાઇ ધાધલ, આર.એચ.બોહરા, જયદિપભાઇ ધાધલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભગીરથભાઇ વાળા, પ્રતાપસિંહ સોલંકી, ભરતભાઈ ગમારા, કિશનભાઈ ચાવડા, જયદીપસિંહ રાણા, પળથ્વિરાજસિંહ ડોડીયા, રવિરાજસિંહ વાળા સહિતના સ્ટાફે કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
