News of Wednesday, 3rd December 2025
હળવદમાં વેપારીને મરચાંની ભૂકી છાંટી બે ગઠિયા સાત લાખનો થેલો લઈ છૂમંતર

(દીપક જાની દ્વારા) હળવદ તા.૩: ગઈકાલે મંગળવારે રાત્રે અંદાજે ૮ વાગ્યાની આસપાસ હળવદ યાર્ડમાં વેર કરતા રજનીભાઈ ભીખાભાઈ દેથરીયા પોતાનું બાઇક લઈને તેઓના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રાણેકપર રોડ પર આવેલી આનંદ બંગલો સોસાયટી પાસે પહોંચ્યા ત્યારે બાઇક પર આવેલા બે ગઠિયાએ મરચાંની ભૂકી આંખમાં છાંટીને થેલાની લૂંટ ચલાવી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા જ્યારે અન્ય એક સોસાયટી રામવિલા પાસે બાઇક મૂકીને અંધારામાં છુમંતર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા રાણેકપર રોડ પર આવેલ વિવિધ સોસાયટીમાંથી બસ્સોથી વધુ લોકોએ નાકાબંધી કરી શોધખોળ શરૂ કરી હતી. જ્યારે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી લુટારૂઓનું બાઈક કબ્જે લઈને આગળની શોધખોળ શરૂ કરી છે.
વેપારીના જણાવ્યા મુજબ થેલામાં સાત લાખ જેટલી રકમ દુકાનના હિસાબની હતી. આટલી મોટી રકમની લૂંટ થયાની જાણ શહેરમાં થતા સનસનાટી મચી જવા પામી હતી.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
