News of Wednesday, 3rd December 2025
સુરેન્દ્રનગરના અણીન્દ્રા નજીક માઇનોર કેનાલમાં સ્મારકામથી પાણી છોડતા ખેતરોમાં નર્મદા કેનાલ નું પાણી ભરાયું: જીરૂ. વરિયાળી. ચણા સહિતના પાકોના વાવેતરને વ્યાપક નુકસાનઃ ખેતરો બેટ બની ગયા

(ફઝલ ચોઉહાણ દ્વારા) વઢવાણ, તા.૩: સુરેન્દ્રનગર જિલ્લાના અણીન્દ્રા નજીક પસાર થતી માઇનોર ૧ કેનાલનું તંત્ર દ્વારા ભર શિયાળામાં સમારકામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી પણ શરૂ રાખવામાં આવી છે. ત્યારે બીજી તરફ સમારકામ થતી નર્મદાની માઇનોર કેનાલમાં પાણી છોડી દેવામાં આવતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે અને જળ બંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ૧૦ થી વધુ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાના કારણે જીરું વરિયાળી જેવા પાકોના વાવેતર ને વ્યાપક નુકસાન પહોંચ્યું છે એક બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ઓક્ટોબર મહિનાના છેલ્લા સપ્તાહમાં પડેલા માવઠાના કારણે નુકસાની નો સામનો વેઠી રહ્યા છે ત્યારે હવે તંત્રના અધિકારીઓની બેદરકારીના કારણે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત ચિંતામાં મુકાયો છે.
સમારકામ થતી કેનાલમાં બેફામ રીતે પાણી છોડી દેવામાં આવતા ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે અને ખેડૂતો ખેતરમાં જઈ શકે તેવી પણ હવે કોઈ પરિસ્થિતિ નથી ૧૫ દિવસ સુધી પાણી ભરાયેલા રહે તે ઙ્કકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈને ખેડૂતોમાં રાજે જોવા મળી રહ્યો છે હાલના તબક્કામાં કપાસ એરંડા જેવા પાકો પણ ખેડૂતોના ખેતરોમાં ઊભા છે ત્યારે તે પણ લેવાની સિઝન છે અને બીજી તરફ રવિ પાકના વાવેતર કરવાની પણ સિઝન ચાલી રહી છે. તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની ગઈ છે વાવેતરને નુકસાન પહોંચ્યું છે ત્યારે અધિકારીઓને જાણ કરવા છતાં પણ નર્મદાની કેનાલો બંધ કરવામાં ન આવતા અને સતત પાણી છોડવાનું શરૂ રાખવામાં આવતા પાણી આગળના ખેતરોમાં પણ ભરાવાનું હવે શરૂ થઈ ગયું છે જેને લઈને ખેડૂતોના જીવતા ચોંટી ગયા છે જીરું વરિયાળી ઇસબગુલ શાકભાજી અને ચણાનું વાવેતર ખેડૂતોએ ઉત્સાહભેર કર્યું છે ત્યારે હવે વાવેતર ઉપર ફરી પાણી ફરી વળવા પામ્યું છે.
સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં ખેડૂતોએ ખેતરોમાં વાવેતર કર્યું નથી હોતું તે સમયે નર્મદાની કેનાલોનું રીપેરીંગ કામ હોય સ્વચ્છતા નું કામ હોય કે પછી નવીનીકરણનું કામ હોય તે ઉનાળામાં કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે શિયાળાના સીઝનમાં ખેડૂતો દ્વારા દર વર્ષે રવિ પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે ત્યારે જ તંત્રને પહેલા રીપેરીંગ નું કામ સાંભળી રહ્યું છે જેને લઇને ખેડૂતો દ્વારા આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
