News of Wednesday, 3rd December 2025
ભાવનગરની મહિલા પોલીસ કોન્સ્ટેબલની રેગ્યુલર જામીન અરજીને સેશન્સ કોર્ટે ફગાવી દીધી
એટ્રોસીટીના આરોપીને ઘરમાં આશરો આપેલઃ દારૂની બોટલ પણ મળી આવેલ હતી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩ :.. ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે.
ભાવનગરમાં આરોપીને પોતાના ઘરમાં રાખનાર મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા ને ભાવનગરની પોલીસે મુંબઈમાંથી ધરપકડ કરી ભાવનગર લાવી હતી અને છેલ્લા નવ દિવસથી તે જેલમાં હતી.
ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નયના બારૈયા ના મકાનમાંથી એટ્રોસિટીના આરોપી ઝડપાયો હતા. અને દારૂની બોટલ મળી હતી. ભાવનગરની પોલીસે આરોપીને મદદ કરવા અંગે કોન્સ્ટેબલ નયના બારૈયા ને બે નોટિસ ફટકારી હતી .પરંતુ નયના બારૈયા પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખી ફરાર થઇ ગઈ હતી.
દરમિયાન ભાવનગર પોલીસને બાતમી મળેલ કે કોન્સ્ટેબલ નયના મુંબઈમાં છે. આથી ભાવનગરની પોલીસની ટીમ મુંબઈ રવાના થઈ હતી અને ત્યાંથી તેની ધરપકડ કરી ભાવનગર લાવી હતી. પોલીસે કોન્સ્ટેબલ નયનાને કોર્ટમાં રજૂ કરતા કોટે તેને જેલ હવાલે કરવા હુકમ કરતા તેને જેલ ખાતે મોકલી દેવામાં આવેલ છે.
દરમિયાન આજે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
