News of Wednesday, 3rd December 2025
હત્યા કેસમાં ૧૦ વર્ષથી વચગાળાના જામીન ઉપર ફરાર આરોપીને સુરેન્દ્રનગર પોલીસે ખેડાના વડતાલ ખાતેથી ઝડપી લીધો

વઢવાણ, તા., ૩: સાયલા તાલુકાના ગોસળ ગામે બુટાભાઈ જોગાભાઈ બોળીયાને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવતા છેલ્લા દસ વર્ષથી હત્યા કેસના ગુનામાં વચગાળાના જામીન મળ્યા બાદ ફરાર બની ગયો હોવાનું સામે આવ્યું છે. પૂછપરછ કરવામાં આવતા આરોપી મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જલગાવ અમરાવતી વગેરે જેવા ગામોની સીમોમાં રહેતો હોય અને ત્યારબાદ હવે પરિવાર ખેડા જિલ્લાના વડતાલ ખાતે રાજનગર ગામ રેલવે પાટા પાસે રહેતો હોવાના કારણે ચોરી છુપીથી પરિવારને મળવા આવનાર હોવાની સુરેન્દ્રનગર એસ ઓ જી પોલીસને બાતમી મળી હતી જે આધારે એસઓજી પોલીસ મથકના પીઆઇ ભાવેશકુમાર સિંગરખીયા તેમજ તેમની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.હત્યા કેસનો આરોપી બુટા બોળીયા પરિવારને મળવા આવ્યો તે દરમિયાન એસઓજી પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને સુરેન્દ્રનગર સબ જેલને સોંપી આપી તપાસ શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા કેસના આરોપી ૧૦ વર્ષથી ફરાર હતો.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
