<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

તળાજાના ભેંસવડી ગામે માલિકીની જગ્‍યામાં ખનનકર્તા પર રેડઃ ૧.૨૫ કરોડના વાહન રેતી જપ્ત

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.,૩ :   ભાવનગર જિલ્લાના ભૂસ્‍તરશાષાી બી.એમ.જાલોનધરા પાસે થી મળતી વિગતો મુજબ ભેસવડી ગામના વિજયસિંહ ગોહિલ ની માલિકી ની જગ્‍યા અલગ અલગ ત્રણ સ્‍થળો પરથી રેતી ખનન થતી હોવાનું ધ્‍યાને આવેલ હતું.જેને લઇ અલંગ પોલીસ ને સાથે રાખીરેડ કરી હતી. રેડ દરમિયાન તંત્રને અહીંથી રેતી ચાળવાના ચારણા ૪, નવા ગામના યોગરાજસિંહ વખતસિંહ ગોહિલ અને વિજયસિંહ પરબતસિંહ ગોહિલના જેસીબી, ડમ્‍પર ટ્રક,અન્‍ય સાધનો મળી સવા કરોડ રૂપિયા ના સાધનો સહિત કબ્‍જે લઈ અલંગ પોલીસ મથકે સોંપી દીધી હતા.  તેઓએ જણાવ્‍યું હતુ કે ખનન અટકાવવાની જવાબદારી નક્કી કરતો પરિપત્ર કરવામાં આવ્‍યો છે. જેમાં ગૌચર હોય તો તલાટીની જવાબદારી છે.સરકારી પડતર અને રેવન્‍યુ વિભાગની જમીન માંથી ખનન થતું હોય તો સર્કલ અને રેવન્‍યુ મંત્રીની જવાબદારી નક્કી કરવામાં આવી છે. આ લોકો રેડ કરી ન શકે પરંતુ ખનીજ વિભાગ નું ધ્‍યાન દોરવું આવશ્‍યક છે.આ વિસ્‍તારના સર્કલ અને રેવન્‍યુ વિભાગ દ્વારા ભૂસ્‍તર વિભાગ ને આ બાબતે જાણ કરવામાં આવી નહતી.આથી સવાલ એ ઉદ્દભબી રહ્યા છે કે કયા કારણોસર રેવન્‍યુ વિભાગ ચૂપ રહ્યું.

નંબર પ્‍લેટ વગરના

વાહનો દોડી રહ્યા છે

ભેંસવડી ગામની માલિકીની જગ્‍યા માંથી દિવસે ખુલ્લેઆમ મોટા મોટા સાધનો વડે ખનન થતું હતું.જે.સી.બી અને ડમ્‍પર જેવા વાહનો દોડાવવામા આવી રહ્યા હતા. ત્‍યારે સવાલ એ ઉદ્દભવે છેકે કોના પીઠબળથી આ કાર્યવાહી ચાલી રહી હતી. તંત્રએ ઝડપેલાં વાહનમાં જેમાં એક વાહનમાં નંબર પ્‍લેટ પાછળ નિયમ મુજબ ન હોવાનું સામે આવ્‍યું છે.જે RTO ના કાયદાનો ભંગ કરે છે.

માલિકીની જગ્‍યામાંથી

ખનન કરી શકતા નથી

ભૂસ્‍તર વિભાગના અધિકારી બી.એમ.જાલોનધરાએ જણાવ્‍યું હતુ કે ગમે તેની માલિકીની જમીન હોય તો તે વ્‍યક્‍તિ જમીનમાંથી ખનન કરી શકતા નથી. આ બાબતે તંત્ર દ્વારા મંજૂરી પણ આપવામાં આવતી નથી.

(12:07 PM IST)