News of Wednesday, 3rd December 2025
રાણાવાવ પાસે નંબર પ્લેટ વિનાની કારમાંથી ૬૦ હજારનો દેશી દારૂ ઝડપાયો
દારૂ ભરેલા પાંચ કેરબા મળી આવ્યા : એક ઝડપાયો : અન્ય એક નાસી ગયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૩: રાણાવાવ નજીક નંબર પ્લેટ વિનાની કારમાં અલગ અલગ કેરબામાં ભરેલો ૩૦૦ લીટર દેશી દારૂ રૂ.૬૦ હજાર સાથે સતાપરનો પુંજા નારણભાઇ મોરી મળી આવતા પોલીસે કાર્યવાહી કરી છે. આ દારૂના ગુન્હામાં અન્ય એક આરોપી ભાવેશ નારણભાઇ રે.કાઢયાનેશવાળો હાથ આવ્યો હતો.
રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.એન.તળાવીયા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગે દરમ્યાન પો.હેડ.કોન્સ, બી.જે.દાસા તથા પો.કોન્સ,ભરત કાનાભાઇ ઓડેદરા ને બાતમી આધારે સાજણાવારા નર્સરી પાસે હાઇવેરોડ પરથી પુંજા નારણભાઈ મોરી ઉ.વ.૨૮ રહે. સતાપર ગામ લાલવારાનેશ વાળાના કબ્જા હવાલાવાળી સ્વીફ્ટ કાર આગળ-પાછળ આર.ટી.ઓ. રજી. નંબર વગરની કિં.રૂ.૨,૦૦,૦૦૦/ વાળી માંથી દેશી દારૂ લીટર ૩૦૦ કિ.રૂ.૬૦,૦૦૦/ ના મુદામાલ સાથેનો પ્રોહીબીશનનો કેશ શોધી કાઢી કુલ ૦૨ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબિશન નો ગુન્હો રજી. કરાવેલ છે.
આ દેશી દારૂના જથ્થા સાથે પુંજા નારણભાઇ મોરી ઉ.વ.૨૮ રહે.સતાપર વાળા ઝડપાયેલ જયારે બીજો આરોપી ભાવેશ નારણ ગરચર રહે.કાઢીયાનેશ હાથ આવ્યો નથી
દેશી દારૂ જથ્થો પકડવાની આ કામગીરી કરનાર અધિ./કર્મચારીઓ
આ કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી એન.એન.તળાવીયા તથા પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, બી.વી.વાળા તથા પો.કોન્સ સંજય વાલાભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ, કુણાલસિંહ પ્રવિણસિંહ, તથા લોકરક્ષક કાના કારાભાઇ દ્વારા કરવામાં આવેલ હતી.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
