<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

ખંભાળીયાના ડમ્‍પીંગ યાર્ડમાં ત્રીજી વખત આગ લાગી !!

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩: પાલિકાનો ડમ્‍પીંગ યાર્ડનો કચરો નજીકના તરઘડી ગામ પાસે આવેલા ડમ્‍પીંગ યાર્ડમાં રોજ નખાતો હોય અહીં વર્ષોથી પહેલા ઢગલાબંધ ટન બંધ કચરાના ઢગલામાં પ્‍લાસ્‍ટીક સાથે સૂકો કચરો છાણ વિ. જવલનશીલ પદાર્થો હોય વારંવાર આગ લાગતી હોય પંદર દિવસમાં ગઇકાલે ફરી ત્રીજી વખત આગ લાગી હતી.

જો કે સદ્‌નશીબે આ વિસ્‍તારના જાગૃત ખેડુતો દ્વારા થોડો ધૂમાડો થાય કે આગના ભડકા દેખાય કે તુરત જ સતવારા અગ્રણી તથા જિલ્લા ભાજપ મહામંત્રી રસીકભાઇ નકુમને જણાવતા હોય છે. ગઇકાલે તેમણે આ બાબતે જાણ કરતા તેમણે તુરત જ પાલિકા તંત્રને દોડાવતા ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમાર દ્વારા ટીમો દોડાવીને તુરત જ ફાયર બ્રીગેડના ટેંકરોની આગને કાબુમાં લેતા અડધા કલાકમાંજ આગ કાબુમાં આવી હતી નહીં તો બે-ત્રણ દિવસ સુધી અહીં આગ ઠરતી નથી તથા ધુમાડો આસપાસના વિસ્‍તારોમાં ફેલાતા ખુલ્લી ખેતરોવાળી  જમીન પણ લોકો માટે ‘ગેસ ચેમ્‍બર' જેવી સ્‍થિતિ બનાવતી હોય લોકોએ રાહતનો શ્‍વાસ લીધો હતો.

પાલિકા દ્વારા આ વર્ષોથી પડતર કચરાના ઢગલાનો કાયમી નિકાલ લાવવા જરૂરી પ્રયત્‍નો કરવા પણ માંગ કરાઇ છે જેથી અહીં મોટી દુર્ઘટના ના બને.

(1:12 PM IST)