<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

ભાણવડના મોખાણા પાસે ખેડુત દ્વારા ખોરાકમાં વિસ્‍ફોટક પદાર્થ મુકતા ગૌમાતાનું જડબુ ફાટી જતા મોત !!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૩ : ભાણડના મોખાણા પાસે રાણીવાવ વિસ્‍તારમાં એક ખેડુત દ્વારા પાકને બચાવવા માટે ભુંડ જેવા પ્રાણી ખેતરની નજીક અંદર આવે તો તેને ખોરાકમાં બોમ્‍બ જેવો વિસ્‍ફોટક પદાર્થ મુકે તે જેવો આ પશુ ખાઇ કે વિસ્‍ફોટ થાય અને ઢોર પશુને નુકશાન થાય બીજા આવે નહી.

ગઇકાલે મોખાણા પાસે રાણીવાવ વિસ્‍તારમાં એક ગાય આવી રીતે ખેતરમાં જઇ પડતા તેણે વિસ્‍ફોટક રાખેલા. ભુખ લાગી હોય ખોરાક સમજીને ખાતા ચાવવા  જતાની સાથે જ વિસ્‍ફોટ થતા ગાયનું મોં તથા જડબુ ફાટી ગયા હતા તથા લોહી લોહાણ સ્‍થિતિની આ ગૌમાતાની જાણ ભાણવડ એનીમલ લવર્સ ગૃપને થતા તેમણે તુરત જ આ ગૌમાતાને એમ્‍બ્‍યુલન્‍સમાં લઇ જઇને સારવાર માટે વ્‍યવસ્‍થા ભાણવડમાં કરી હતી. પણ મોંઢામાં ફુટેલા તિવ્ર વિસ્‍ફોટથી ગૌમાતાનું જડબુ ફાટી ગયું હોય તેનું કરૂણ મૃત્‍યુ નિપજતા ગૌપ્રેમીઓમાં શોક સાથે રોષની લાગણી ફેલાઇ હતી. તથા પશુઓ સાથે આવી રીતે માનવતાને શર્મસાર કરતા સમગ્ર જીલ્લામાં ભારે ચર્ચા જગાવી છે તથા પશુ ખેતરમાં નુકશાન ના કરે તે માટે આવા જોખમી કીમીયા ના કરવા પણ માંગ કરવામાં આવી છે.

(1:23 PM IST)