<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

૧૦ વર્ષથી ફરાર આરોપીને સુરેન્‍દ્રનગર એસઓજીએ ખેડા પંથકમાંથી ઝડપી લીધો

મર્ડરના ગુન્‍હામાં જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટયા બાદ

તસ્‍વીરમાં પકડાયેલ આરોપી (નીચે બેઠેલ) સાથે સુરેન્‍દ્રનગર એસઓજીનો સ્‍ટાફ નજરે પડે છે. 

સુરેન્‍દ્રનગર, તા., ૩: ખુનના ગુનામાં  જેલમાંથી દસ વર્ષથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને ખેડા પંથકમાંથી એસઓજીએ ઝડપી લીધો હતો.

 પ્રેમસુખ ડેલુ, જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુરેન્‍દ્રનગર નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અનુસંધાને એસ.ઓ.જી સ્‍ટાફના ના PSI શ્રી આર.જે.ગોહિલ નાઓને ચોક્કસ બાતમી મળેલ કે.સાયલા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૯૮/૧૩ ઇ.પી.કો ઈ.પી.કો. કલમ-૩૦૨ વિગેરે ના કામે આરોપી બુટાભાઇ જોગાભાઇ બોળીયા ભરવાડ રહે. ગોસળ તા.સાયલા જે કાચા કામના કેદી તરીકે સુરેન્‍દ્રનગર જેલ ખાતે કેદી નં:-૧૩/૧૬ તરીકે જેલમાં હોય તા.૩૦/૦૧/૨૦૧૬ ના રોજ વચગાળાના જામીન ઉપર જેલમાંથી છુટેલ તે પછી જેલમાં સમયસર હાજર નહી થઇ નાસતો-ફરતો હોય, જે બાબતની હ્યુમન સોર્સિસ(બાતમીદારો)થી ખરાઇ કરાવતા જાણવા મળેલ સદરહુ આરોપી જેલમાંથી ફરાર થયા બાદ મહારાષ્ટ રાજયમાં નંદુરબાર,જલગાંવ,અમરાવતી વીગેરે સીમ વિસ્‍તારોમાં ફરતો રહેતો હોય અને હાલે તેનો પરીવાર ખેડા જીલ્લાના વડતાલ ખાતે રાજનગર ગામ રેલ્‍વે પાટા પાસે રહેતો હોવાની અને આરોપી નાસતો ફરતો હોય પરંતુ ચોરી છુપીથી પોતાના પરીવારને મળવા આવનાર હોવાની ચોક્કસ બાતમી  આધારે આરોપી બુટા બોળીયાને પકડી સુરેન્‍દ્રનગર જેલ હવાલે કરવામાં આવેલ છે.

આ કાર્યવાહીમાં સુરેન્‍દ્રનગર અને એસઓજીના  PI શ્રી બી.એચ. શીંગરખીયા, PSI શ્રી એન.એ.રાયમા, PSI શ્રી આર.જે.ગોહિલ, HC અનિરુધ્‍ધસિંહ અભેસંગભાઇ ખેર, HC અમરકુમાર કનુભાઇ, પીસી કુલદીપસિંહ સામંતસિંહ ગોહીલ, મીતભાઇ દિલીપભાઇ મુંજપરા તથા સાહીલભાઇ મહંમદભાઇ સેલત સહિતના સ્‍ટાફે કરી હતી. 

 

(2:13 PM IST)