તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 4th December 2025
પૂનમ નિમિતે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફૂલની ડીઝાઇનવાળા વાઘા-ઓર્કિડ- શેવંતીના ફુલોનો શણગાર
૨૦૦ કિલો તલની સાની ધરાઈઃ રીયલ ડાયમંડ જડીત મયૂરાકારનો ચાંદીનો મુગટ અર્પણ શાષાી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી

રાજકોટ તા.૪: પૂનમ નિમિતે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફૂલની ડીઝાઇનવાળા વળન્દાવનમાં તૈયાર કરાયેલા વાઘા એવં ઓર્કિડ અને શેવંતીના ફુલોનો શણગાર કરાયો છે અને ૨૦૦ કિલો તલની સાની ( કચરિયું ) ધરાવામાં આવી છે.તથા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને રીયલ ડાયમંડ જડીત મયૂરાકારનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાષાી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી પૂનમ નિમિતે તારીખઃ ૦૪-૧૨-૨૦૨૫ને ગુરુવારના રોજ સાળંગપુરમાં દાદાને ફૂલની ડીઝાઇનવાળા વળન્દાવનમાં તૈયાર કરાયેલા વાઘા એવં ઓર્કિડ અને શેવંતીના ફુલોનો શણગાર કરાવવામાં આવ્યો છે. દાદાને રીયલ ડાયમંડ જડીત મયૂરાકારનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો છે, દાદાને ૨૦૦ કિલો તલની સાની ( કચરિયું ) ધરાવામાં આવી તથા એલચી અને શેવંતીના ફૂલનો હાર પહેરાવ્યો છે. આજે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વળંદાવનમાં ૫ દિવસની મહેનતે ૪ કારીગરો દ્વારા બનાવવામાં આવેલા ફૂલની ડીઝાઇનવાળા વળન્દાવનમાં તૈયાર કરાયેલા વાઘા એવં ૨૦૦ કિલો તલની સાની (કચરિયું) ધરાવામાં આવી તથા દાદાને રીયલ ડાયમંડ જડીત મયૂરાકારનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો તો સિંહાસને ઓર્કિડ અને શેવંતીના ફુલોનો શણગાર કરવામાં આવ્યો છે. આ ફુલ વડોદરાથી મંગાવ્યા છે. આ શણગાર કરતાં ૩ સંતો, ભક્તો અને પાર્ષદોને ૪ કલાકનો સમય લાગ્યો હતો.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
