<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

દ્વારકા ત્થા જામજોધપુરના બે ઇસમો પાસા તળે જેલમાં

 

ખંભાળીયા તા. ૪: સમાજમાં ચાલી રહેલ દુષણરૂપી દારૂની અસામાજિક પ્રવૃતિ ઉપર અંકુશ મેળવવા તેમજ સમાજના લોકો મુકત રીતે શાંતિમય વાતાવરણમાં પોતાનું જીવન જીવી શકે તે પ્રકારનો હકારાત્મક અભિગમ અપનાવી ડુંગરભા ઉર્ફે બાડો ગગુભા માણેક (રહે. રાંગાસર, તા. દ્વારકા) તેમજ રાજુ મુરૂ કોડીયાતર (રહે. ડોકારમરડાનેશ તા. જામજોધપુરશ) સામે પોલીસે કાર્યવાહી કરી પાસા એકટ હેઠળ વોરન્ટ ઇસ્યુ કરી બન્નેને ઝડપી લઇ લાજપોર અને પાલનપુર જેલ હવાલે કરેલ છે.

આ કામગીરી (૧) પો. ઇન્સ. કે. કે. ગોહિલ (ર) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભુપેશ જોટણીયા (૩) નાયબ કલેકટર મનોજકુમાર દેસાઇ (૪) પો.સ.ઇ. બી. એમ. દેવમુરારી (પ) વી. એન. શિંગરખીયા (૬) એસ. એસ. ચૌહાણ (૭) નાયબ મામલતદાર નિલેશભાઇ કરમુર (કલેકટર કચેરી) (૮) પો.સ.ઇ. એસ. વી. કાંબલીયા (૯) એ.એસ.આઇ. જગદિશભાઇ કરમુર (૧૦) એ.એસ.આઇ. અશ્વિનભાઇ વાડારીયા (૧૧) જયદેવસિંહ જાડેજા (૧ર) હેડ કોન્સ. ગોવિંદભાઇ કરમુર (૧૩) પ્રદિપસિંહ જાડેજા (૧૪) મયુરભાઇ ગોજીયા (૧પ) પો. કોન્સ. સચીનભાઇ નુકમ (૧૬) કિરપાલસિંહ ચૌહાણે કરી હતી.

(10:49 AM IST)