<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

કાલાવડના નપાણીયા ખીજડીયા ગામની સીમમાં દિપડો દેખાતા ખેડૂતો ભયભીત

વન્ય પ્રાણીને પાંજરે પુરવા વન વિભાગની ટીમની કવાયત

(હર્ષલ ખંધેડિયા દ્વારા) નવાગામ, તા.૪: જામનગરના કાલાવડ પાસેના  નપાણીયા ખીજડીયા ગામે દીપડો દેખાતા લોકોમાં ભય ફેલાયો છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે દીપડો દેખાયો હતો. સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ખેડૂતો પોતાના ખેતરમાં જતાં ડરી રહ્યા છે...ગામ લોકો એ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા કાલાવડ ફોરેસ્ટ અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અલગ અલગ ટીમ દ્વારા દીપડાની શોધખોળ હાથ ધરી છે.

(11:03 AM IST)