News of Thursday, 4th December 2025
તળાજાના પાદરગઢ ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૪: તળાજા પંથક માંથી ખાસ કરીને દાઠા પોલીસ મથક વિસ્તારમાંથી એસ.ઓ.જી પોલીસ ને ગાંજા ના વાવેતર બાબત ની માહિતી મળી રહી છે.
એસ.પી ના વોરંટ સાથે એસ.ઓ.જી પોલીસે એફ.એસ.એલ ની ટિમ,બે સરકારી પંચો ને સાથે રાખી એક વાડીમા રેડ કરી ને યુવાન ખેડૂત એ કપાસ ની વચ્ચે ગાંજા ના વાવેતર ને પકડી પાડેલ. રૂ.૫,૭૦,૫૦૦/- ની કિંમત ગાંજા ની ગણી ને યુવક ની ધરપકડ કરી હતી.
તળાજા પંથકમાં યુવાધન દારૂ, હુક્કા સહિતનું સેવક કરી રહ્યા હોય તેવું ખુલ્લેઆમ જોવા મળે છે. તો આ વિસ્તારમાં અફીણ, ગાંજો અને કાલાના પણ બંધાણી છે. અમુક પ્રસંગોપાત અહીં નશીલા પદાર્થને રીતસર પીરસવાની આજે પણ પરંપરા છે. અમુકમા દારૂ પીરસવોએ ઢાલ છે.
પાદરગઢ ગામે પછેડીયા ધાર વિસ્તારમાં આવેલ યુવાન ખેડૂત રામ વિરાભાઈ ભમ્મર એ પોતાની વાડીમા કપાસ સાથે ગાંજો વાવ્યો હોવાની એસ.ઓ.જી પો.ઇ સુનેસરાને માહિતી મળી હતી.જેથી તેઓએ સ્ટાફને ખરાઈ કરવાનો આદેશ આપેલ.જેમા સત્યતા હોય જિલ્લા પોલીસ વડા પાસે થી વોરંટ મેળવી સરકારી પંચ રાખવાના નિયમ ને લઇ સહકારી મંડળી રજીસ્ટર કચેરી ના ધર્મેન્દ્રભાઈ ધાંધલ્યાં, ધ્રુવરાજભાઈ કાઠિયા અને એફ.એસ.એલ અધિકારી ને સાથે રાખી, સ્થાનિક તલાટી મંત્રી ને બોલાવી ખરાઈ કરી ને રેડ કરી હતી. ૨૮ છોડ જેનો વજન ૧૧ કિલો અને ૪૧૦ ગ્રામ થતા તેની કિંમત પોલીસે રૂ.૫,૭૦,૫૦૦/- ગણી માટી સહિત ની વસ્તુઓ કબ્જે લીધી હતી. કેસની તપાસ દાઠા પો.ઇ ચેતન મકવાણા ચલાવી રહ્યા છે
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
