<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

સુરેન્‍દ્રનગરના યુવકથી ૪ લાખની રકમ આરટીજીએસ થઈ ગયા

રકમ મહારાષ્‍ટ્રના પિતા પુત્રને પ્રાપ્‍ત થઈ - પરંતુ પાછી ન આપતા અંતે રાવઃ સીટી પોલીસે મુંબઈ ખાતેથી પિતા પુત્રની અટકાયત કરી અને ૪ લાખ રૂપિયા રિકવર કર્યા...

વઢવાણ તણા. ૪: સુરેન્‍દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ  તથા વી.બી.જાડેજા  નાયબ પોલીસ અધિક્ષક સુરેન્‍દ્રનગર ડીવીઝન સુરેન્‍દ્રનગર નાઓની સુચનાથી તેમજ સુરેન્‍દ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્‍ટે.નાં પોલીસ ઇન્‍સપેકટર  એમ.એચ.પુવાર ના માર્ગદર્શન હેઠળ સુરેન્‍દ્રનગર સીટી એ ડીવીઝન પો.સ્‍ટેનાં પો.સબ.ઇન્‍સ.આર.જી.ચુડાસમા સાહેબ તથા એ.એસ.આઈ. ચેતનપુરી ગોસાઇ તથા પો.કો.ધવલસિંહ સિસોદીયા તથા પો.કો. કુલદીપભાઇ કડ વિગેરે સ્‍ટાફના પોલીસ માણસોએ સુરેન્‍દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન કામે મહારાષ્‍ટ્ર મુંબઇ ખાતેથી આરોપીઓને પકડી ગુન્‍હામા ફરીયાદીએ ભુલથી આર.ટી.જી.એસ થી રૂપિયા ૪,૦૦,૦૦૦/-(ચાર લાખ) આ કામના આરોપીના એકાઉન્‍ટમાં નાખેલ હોય જે રકમ આ કામના આરોપીઓ પરત આપવા માટે આનાકાની કરતા હોય જે ગયેલ મુદામાલ રૂ.૪,૦૦,૦૦૦/- રૂપીયા રોકડા આરોપીઓ પાસેથી રીકવર કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઓઃ (૧) હિતેશભાઇ પ્રમોદભાઈ દોશી (૨) તીર્થ સ/ઓફ હિતેશભાઈ પ્રમોદભાઇ દોશી છે.

(12:06 PM IST)