તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 4th December 2025
સુરેન્દ્રનગર LCBએ ચોટીલાના નાવા ગામે થયેલી મંદિર ચોરી અને રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૪ : સુરેન્દ્રનગર ન્ઘ્ગ્એ ચોટીલાના નાવા ગામે થયેલી મંદિર ચોરી અને રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ૮૫,૮૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ અલગ અલગ ટીમો બનાવી હતી. પો. હેડ કોન્સ્ટેબલ મુન્નાભાઈ રાઠોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે LCB દ્વારા કબજે કરાયેલા મુદ્દામાલમાં ૨૫ ચાંદીના નાના-મોટા છત્તર (આશરે રૂ. ૯,૦૦૦), એક ધાતુનું માતાજીનું ત્રિશૂળ (આશરે રૂ. ૫૦૦), એક નંગવાળું ધાતુનું છત્તર (આશરે રૂ. ૩૦૦), એક ધાતુનો હાથી (આશરે રૂ. ૧,૦૦૦) અને એક વાદળી કલરનું એક્સેસ સ્કૂટર (રૂ. ૭૫,૦૦૦)નો સમાવેશ થાય છે. આમ, કુલ ૮૫,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીનું નામ જયંતિભાઈ ઉર્ફે જેઠો ઈશ્વરભાઈ પારઘી છે, જે થાનગઢના આંબેડકરનગર, જવાહર સોસાયટીનો રહેવાસી છે.આ ગુનામાં અશોકભાઈ ઉર્ફ બીછુ હમીરભાઈ ખાવડુ, રહે. થાનગઢ, મફતિયા પરા, હજુ ફરાર છે, જેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.LCB ટીમે પકડાયેલા આરોપીને મુદ્દામાલ સાથે ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
