<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

જૂનાગઢ ગ્રામ્‍યની મહિલા પર દુષ્‍કર્મ આચરનારની ધરપકડ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૪: જૂનાગઢ તાલુકાના એક ગામની ૪૦ વર્ષીય પરિણીત મહિલાએ મયુર કારાભાઇ કોદાવાલા વિરૂધ્‍ધ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં મંગળવારે ધમકી આપી દુષ્‍કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરી હતી.

ફરિયાદ અનુસાર તેને શખ્‍સ પોતાની સાથે સબંધ રાખવા જણાવી અડપલા કરી શરીર સબંધ બાંધી બળાત્‍કાર ગુજાર્યો હતો. તેમજ મહિલાના ફોટા મોબાઇલ ફોનમાં પાડી આ ફોટા બીજાને બતાવી દેવાની ધમકી આપી અવાર નવાર શરીર સબંધ બાંધી દુષ્‍કર્મ આચર્યું હતું. સને ૨૦૧૮થી શારીરિક શોષણનો ભોગ બનેલી મહિલાએ  નોંધાવેલી ફરિયાદ આધારે તાલુકા પોલીસે મયુર કોદાવાલા સામે કાર્યવાહી કરી હતી.

મહિલાની ફરિયાદના પગલે પીએસઆઇ જે. એ. ટાંકે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપી મયુર કોદાવાલાની ધરપકડ કરી મેડિકલ સહિતની કાર્યવાહીની સાથે પૂછપરછ હાથ ધરી હતી.

(1:04 PM IST)