News of Thursday, 4th December 2025
કુતિયાણાના મહિયારીમાં અઢી લાખનો ગાંજો ઝડપાયો
પ કિલો લીલા ગાંજાના છોડ સાથે રામ સુકાભાઇની ધરપકડઃ એસઓજી ટીમ દ્વારા જીન પ્લોટમાં દરોડો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૪: કુતિયાણાના મહીયારીમાં એસઓજી ટીમે દરોડો પાડીને રામ સુકાભાઇ પરમાર રે. જીન પ્લોટવાળાને પ કિલો લીલા ગાંજાના છોડ કિંમત અઢી લાખ સાથે પકડીને ગુન્હો નોંધ્યો છે.
એસઓજીના ઇન્સ્પેકટર વાય.જી. માથુકીયા અને પી.ડી.જાદવની સુચના અને હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ કાળુભા ગોહીલ અને કોન્સ્ટેબલ અરજનભાઇ ઓડેદરાને બાતમી મુજબ કુતિયાણા જીન પ્લોટમાં દરોડો પાડીને મકાનમાં ફળીયામાં વાવેતર કરેલ. લીલા ગાંજાના છોડ વજન પ કિલો રૂા. રપ૦,૦૦૦ સાથે રામ સુકાભાઇ પરમારને પકડીને નાર્કોટીકસ એકટ મુજબ ગુન્હો નોંધ્યો છે
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
