<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

માંગરોળ હાઇવે-ઉપરથી ૪૮.૯૦ લાખનો દારૂનો જથ્‍થો જપ્ત

જુનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે ટ્રક સહિત રૂા. ૬૯ લાખનો મુદામાલ જપ્ત કર્યોઃ ૧ ની ધરપકડ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૪: પોરબંદર માંગરોળ હાઇવે નજીક વરામ બાગ પાસે માંગરોળ મરીન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ, ચપલા મળી કુલ નંગ-૫૫૪૪ કિ.રૂા.૪૮,૯૦,૦૦૦/- ના પ્રોહી મુદ્દામાલ તેમજ ટ્રક મળી કુલ રૂ.૬૯,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી ભારતીય બનાવટના વિદેશી દારુનો મસ મોટો જથ્‍થો ક્રાઇમ બ્રાન્‍ચ જૂનાગઢની ટીમે ઝડપી પાડયો છે.

જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયાની  સુચના તેમજ પોલીસ અધિક્ષક  સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ વિદેશી/દેશી દારૂ તથા જુગારની બદીને નેસ્‍તનાબુદ કરવા અને આવી પ્રવળતિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઈ ગે.કા. પ્રવળતિને સંપુર્ણપણે ડામી દેવા કડક સુચના કરેલ હોય. જે અન્‍વયે ક્રાઈમ બ્રાન્‍ચ, જૂનાગઢના પો.ઇન્‍સ. કળણાલ એમ.પટેલ તથા પોલીસ સ્‍ટાફના માણસો સતત પ્રયત્‍નશીલ હોય. દરમ્‍યાન ક્રાઈમ બ્રાન્‍ચની ટીમને મળેલ હકીકત આધારે પોરબંદર માંગરોળ હાઇવે રોડ પર અશોકલેલન ટ્રક રજી.નં. યુપી-૪૨-ડીટી-૩૧૮૯ માં બહારના રાજયમાંથી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્‍થો આવેલ જે ટ્રક પોરબંદર તરફ જતા રસ્‍તે વરામ બાગ સામે છે. તેવી ચોકકસ હકિકત આધારે સદરહુ જગ્‍યાએ તપાસ કરતા ઉપરોક્‍ત ટ્રક સાથે એક ઇસમને પકડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મસ મોટો જથ્‍થો મળી આવતા તમામ મુદ્દામાલ કબ્‍જે કરી માંગરોળ મરીન પો.સ્‍ટે. પ્રોહીબીશન એક્‍ટ. મુજબનો ગુન્‍હો દાખલ કરાવવામાં આવેલ છે.

પોલીસે અફઝલઅલી સફાતઅલી ચાંદમહમદ મંસુરી, ઉ.વ.૩૭ ધંધો. ડ્રાઇવીંગ રહે. અસનાહરા ગામ તા.જી.સિધ્‍ધાર્થનગર રાજય ઉતરપ્રદેશ હાલ. એ-૧ પેલેસ ફલેટ નં.૪૦૨ આંબેડકરનગર વેર નસવારીની ધરપકડ કરી છે. પોલીસે કુલ મુદામાલ કિ. રૂા. ૧૯,૦૦,૦૦૦/- જપ્ત કર્યો છે.

આ કામગીરી ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. કે.એમ. પટેલ તથા પો.સબ ઇન્‍સ ડી.કે. સરવૈયા તથા એ.એસ.આઇ. વિજયભાઇ બડવા, સમરણભાઇ સોલંકી, નિકુલ પટેલ, જગદીશભાઇ ગરચર તથા પો.હેડ કોન્‍સ. પૃથ્‍વીરાજ વાળા, જાદવભાઇ સુવા, જીતેષ મારૂ વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)(૨.૧૪)

(1:19 PM IST)