તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો
લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા સામાન્ય ઘટાડો નોંધાયો

રાજકોટ તા. ૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. આજે કચ્છના નલીયામાં ૧ર ડીગ્રી, રાજકોટમાં ૧૪.૩ ડીગ્રી લઘુતમ તાપમાન, નોંધાયું છે.
જૂનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ આજે સવારે જુનાગઢનો લઘુતમ તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થયો હતો.
બુધવારે જુનાગઢ ખાતે લઘુતમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે તાપમાન નો પારો નીચે ઉતરીને ૧૩.૯ ડિગ્રીએ સ્થિર થયો હતો જેના પરિણામે ઠંડી વધી હતી.
ગિરનાર પર્વત પર આજે સવારે લઘુતમ તાપમાન ઘટીને ૮.૯ ડિગ્રી નોંધાયું હતુ. જેમાં પગલે આજે પૂનમ નિમિત્તે માં અંબાજી અને ગુરુદત્તાત્રેયના દર્શન કરવા આવેલા ભાવિકોને ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.
આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૭૫ ટકા થઈ જતા ઠંડીની તીવ્રતા વધી હતી. સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૯ કિલોમીટરની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન- ૧૭, મહતમ તાપમાન- ૨૮.૫, ભેજનું પ્રમાણ- ૬૯%, પવનગતિ- ૬.૫ કિ.મી. રહી છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
