<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

"વિશ્વ એઇડ્સ દિવસ" દિવસની ઉજવણી ના ભાગરૂપે - જામનગર મહાનગરપાલિકા ના વિસ્તારમાં રેલી તેમજ અવેરનેસ સેશન નું આયોજન સરકારી નર્સિંગ કોલેજ ખાતે કરાયું

સર્વોદય અને શ્રમજીવિ T.I ના સ્ટાફ સમગ્ર પ્રોજેક્ટ, S.S.K પ્રોજેક્ટ, સુભીક્ષા પ્રોજેક્ટ, ICTC, PPTCT ના સ્ટાફ મિત્રો ઉપસ્થિત : IMA-NMOCON ના સ્ટુડન્ટ દ્વારા ડ્રામા- skit રજૂ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪ : 1,ડિસેમ્બર 2025 "વિશ્વ એઇડ્સ દિવસ" દિવસની  ઉજવણી  ના ભાગરૂપે - જામનગર મહાનગરપાલિકા ના વિસ્તારમાં રેલી તેમજ અવેરનેસ સેશન નું આયોજન સરકારી નર્સિંગ કોલેજ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં સીટીએચઓ ડો. પલક ગણાત્રા મેડમ દ્વારા નર્સિંગ સ્ટુડન્ટ્સ ને એચઆઈવી વિશે દિશા નિર્દેશ આપ્યો, IMA and NMOCON જામનગરના પ્રેસિડેન્ટ ડો. કુણાલ મહેતા, પ્રિન્સિપાલશ્રી ચૌહાણ , પ્રોફેસરશ્રી વાઢેર અને વૈશાખી બહેન એ હાજરી આપેલ હતી

 

સર્વોદય અને શ્રમજીવિ T.I ના સ્ટાફ સમગ્ર પ્રોજેક્ટ, S.S.K પ્રોજેક્ટ, સુભીક્ષા પ્રોજેક્ટ, ICTC, PPTCT  ના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે IMA-NMOCON ના સ્ટુડન્ટ દ્વારા ડ્રામા- skit રજૂ કરવામાં આવેલ. 

નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ તથા ટીચર્સ અને NTEP -JMC ના તમામ સ્ટાફ તથા નવાગામ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ટીમ સ્ટાફ વગેરે દ્વારા સ્લમ વિસ્તારમાં જનજાગૃતિ અવેરનેસ રેલી કરવામાં આવેલ.

 

સમગ્ર કાર્યક્રમ દિશા DAPCU રાજકોટ ના માર્ગદર્શન , જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી એન મોદી , ડેપ્યુટી કમિશનર  ડી.એ ઝાલા , એમઓએચશ્રી ડો હરેશ ગોરી , અને અમારા CTHO ડો પલક ગણાત્રા મેમ

 ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતો.

(1:34 PM IST)