<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

અમરેલીમાં દિકરી દેવા કેમ તૈયાર નથી ? ડો. ભરત કાનાબારનું ટ્‍વિટ

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૪: અમરેલીના ભાજપ અગ્રણી ડો. ભરતભાઇ કાનાબારની ટ્‍વિટ સોશ્‍યલ મિડીયામાં વાયરલ થતા ભારે ચર્ચા  જાગી છે.

ડો. ભરતભાઇ કાનાબારે પોતાની પોસ્‍ટમાં લખ્‍યું છે કે, ‘તેમના એક સંબંધી તેમને મળવા આવ્‍યા અને જણાવ્‍યું કે તેમને પોતાની દુકાન વેચીને રાજકોટ શિફ્‌ટ થવું છે. આ સંબંધીની દુકાન સારી ચાલે છે, કુટુંબ આ થક રીતે સુખી છે, ઘરનું મકાન છે અને દીકરો પણ ભણેલો તથા ધંધા સગવડવાળો છે. તેમ છતાં, જ્‍યારે તેમણે અમરેલી છોડવાનું કારણ આપ્‍યું, ત્‍યારે ડો. કાનાબારને ખૂબ જ આヘર્ય થયું. સંબંધીના જણાવ્‍યા મુજબ, અમરેલીમોં રહેતા હોવાને કારણે તેમના દીકરાનો સંબંધ થઈ રહ્યો નથી. છોકરીવાળાને કુટુંબની સદ્ધરતા કે દીકરાના ગુણ સામે વાંધો નથી, પરંતુ અમરેલીનું નામ પડે એટલે તેઓ સીધી ના જ પાડી દે છે.

 આ વાત સાંભળીને ડો. કાનાબારે આઘાત વ્‍યક્‍ત કરતાં કહ્યું ‘ઘડીભર તો મને થયું કે અમરેલી અફઘાનિસ્‍તાનમાં આવ્‍યું છે કે શું?ઁ તેમણે અન્‍ય મિત્રોને પૂછપરછ કરતાં જાણવા મળ્‍યું કે આ સમસ્‍યા માત્ર તેમની જ્ઞાતિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ અમરેલીમાં રહેતા હોવાને કારણે ઘણી બધી જ્ઞાતિમાં દીકરીઓવાળા સંબંધ કરવા તૈયાર થતા નથી.

ગુજરાતના પ્રથમ  મુખ્‍યમંત્રી ડો. જીવરાજભાઇ મહેતાના અમરેલીની આ સ્‍થિતિ માટે કોને જવાબદાર ગણવા? તેવો પ્રશ્‍ન ડો. ભરતભાઇ કાનાબારે કર્યો છે

(1:34 PM IST)