News of Thursday, 4th December 2025
અમરેલીમાં ૫૧૬૨મી ગીતા જયંતિ નિમિતે જિલ્લા સ્તરીય શ્લોક ગાન સ્પર્ધામાં શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન

અમરેલીમાં ૫૧૬૨મી ગીતા જયંતિ મહોત્સવ અંતર્ગત જિલ્લાસ્તરીય શ્લોક ગાન સ્પર્ધા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લઈ વિશિષ્ટ સ્થાન મેળવનાર શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ - વિદ્યાસભા સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સ ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એમ. બી. ગોહિલ, શાસન અધિકારી શ્રી આશિષભાઈ જોશી,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી તુષારભાઈ જોશી વગેરે અગ્રણી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા ૧.સોલંકી ઝંખના ૨.ચુડાસમા યશવી, ૩.વણઝાર વંદના,૪.લાડુમોર તનુષા, ૫.કાચેલા યશ્વી ભરતભાઈ ૬.ખેર રંભા, ૭.ભેસાણીયા ચારમી, ૮.સરવૈયા શિવાની, ૯. સરવૈયા વૈનવી, ૧૦. પટોળીયા વિદાશી ૧૧ લાખોણીયા ઓમ ૧૨. પુરોહિત રીયા, ૧૩વાઘેલા પ્રદીપ, ૧૪ ટાંક જયદીપ, ૧૫.ગોઢાણીયા ગૌતમ ૧૬ .ભૂકણ અનિરુદ્ધ ૧૭ વાઘાણી ચાંદની ૧૮. સોલંકી અંતરા ૧૯.લુણાગરિયા કેનિશા ૨૦. વાળંદ અદિતિ ૨૧.દેવધારીયા ક્રિષ્ના ૨૨.હરીપરા વળંદા જ્ઞાન શક્તિ-૧ શાળાના વિદ્યાર્થી તેમજ ૧)સોલંકી પ્રતીક્ષા ૨) સરધારા ચાંદની,૩)પટોળીયા સુહાની, ૪)વનાળીયા માનસી,૫) હિરપરા ધ્રુવલ ૬)ગોસ્વામી પ્રશાંતગિરી,૭) ખાણીયા રવિ ૮) કુકવા કરણ ૯)મકવાણા શની, ૧૦)મહતો ચંદન ૧૧)ચુડાસમા નમ્રતા ૧૨)વાળા અંજલી ૧૩)લંકી મહેક ૧૪)વાળા ઉર્વીશા જ્ઞાન શક્તિ-૨ શાળાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર મેળવતા અપાર આનંદ વ્યક્ત કર્યો હતો. સંસ્થામાં બાળકો ધર્મગ્રંથોના ઉપદેશ સાથે જોડાય અને જીવન મૂલ્યોનું ઘડતર થાય તે હેતુથી ગીતા ઉપદેશના નિયમિત તાસ લેવામાં આવે છે, જે આજના યુગમાં અત્યંત પ્રેરણાત્મક અને મૂલ્યવાન કાર્ય છે આવી પ્રવળત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ચરિત્ર નિર્માણ, માનવ મૂલ્યો અને સર્વાંગી વિકાસને મજબૂત આધાર મળી રહે છે. આ આયોજનમાં સહકાર આપનાર તમામ શિક્ષકો, સંસ્થા પરિવાર અને વાલીઓનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ બદલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરા, મંત્રીશ્રી ચતુરભાઈ ખુંટ,મનસુખભાઈ ધાનાણી, કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણીએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.તેમ વિદ્યાસભાંની યાદી જણાવે છે. (તસ્વીર- અહેવાલઃ અરવિંદ નિર્મળ- અમરેલી)
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
