તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
અમરેલી જીલ્લામાં કાળચક્ર ફરી વળતા ૬ના અપમૃત્યુ
માંડળમાં પ્રૌઢનું અગમ્ય કારણોસર, જોલાપરમાં પાઈપ માથે પડતા પ્રૌઢનું, મીઠાપુરમાં ઝેરી દવા પી જતા પ્રૌઢનું, રાદડીયા ખીજડીયા સીમમાં કરંટ લાગવાથી યુવાનનું, કાંચરડી સીમમાં યુવાનને ઝેરી જનાવરે દંશ મારતા, અમરાપુરમાં ઝેરી દવા પી જતા યુવાનનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૪: અમરેલી જીલ્લામાં એકાએક કાળચક્ર ફરી વળતા અપમળત્યુંના વધુ ૬ બનાવો પોલીસ મથકમાં જાહેર થયા હતા. જેમાં માંડળમાં પ્રૌઢનું અગમ્ય કારણોસર, જોલાપરમાં પાઈપ માથે પડતા પ્રૌઢનું, મીઠાપુરમાં ઝેરી દવા પી જતા પ્રૌઢનું, રાદડીયા ખીજડીયા સીમમાં કરંટ લાગવાથી યુવાનનું, કાંચરડી સીમમાં યુવાનને ઝેરી જનાવરે દંશ મારતા, અમરાપુરમાં ઝેરી દવા પી જતા યુવાનનું મોત નિપજયું હતું. રાજુલા તાલુકાના માંડળ ગામે ભાગવી રાખેલ વાડીએ મોહનભાઈ વશરામભાઈ વાળા ઉ.વ.૫૦ કોઈ અગમ્ય કારણોસર મોત નિપજયાનું જસાભાઈ વશરામભાઈ વાળાએ ડુંગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે. બીજા બનાવમાં રાજુલા તાલુકાના જોલાપર ગામે બાબુભાઈ ભગાભાઈ વાઘ ઉ.વ.૪૨ પી-દાસ કંપનીની ગાડીમાં લોખંડના પાઈપ ઉતારતા હોય.તે દરમ્યાન પાઈપ બાબુભાઈ ઉપર પડતા ગંભીર ઈજાઓ થતા મોત નિપજયાનું સુમરાભાઈ સાર્દુળભાઈ વાઘે પીપાવાવ મરીન પોલીસ મથકમાં જાહેર કરેલ છે. ત્રીજા બનાવમાં જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામે રહેતા કિશોરભાઈ મનુભાઈ જોગદીયા ઉ.વ.૪૦ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું રમેશભાઈ મનુભાઈ જોગદીયાએ નાગેશ્રી પોલીસ મથકમાં જાહેર કરેલ છે. ચોથા બનાવમાં અમરેલી તાલુકાના રાદડીયા ખીજડીયા બાબુભાઈ વિઠલભાઈ સાવલીયાની વાડીએ કામ કરતા શ્રમિક ભગડાભાઈ કાનાભાઈ બાંભણીયા ઉ.વ.૩૬ ઝટકા મશીનના વાયરમાં વીજકરંટ લાગવાથી મોત નિપજયાનું સેકડાભાઈ કાનાભાઈ બાંભણીયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. પાંચમાં બનાવમાં લાઠી તાલુકાના કાંચરડી ગામે દાહોદ જીલ્લાના કોટા ગામના શ્રમિક પરીવારના રાહુલભાઈ કાયસીંગભાઈ બારૈયા ઉ.વ. ૨૦ ને ડાબા પગની ટચલી આંગળીમાં કોઈ ઝેરી જનાવરે દંશ મારતા મોત નિપજયાનું પ્રતાપભાઈ દલસીંગભાઈ બારૈયાએ દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે. છઠા બનાવમાં કુંકાવાવ વિડયા તાલુકાના અમરાપુર ગામે હરસુખભાઈ વડાળીયાની વાડીએ દાહોદ જીલ્લાના કરોડીયા પુર્વ ગામ મોટા ગડા ફળીયુંના ગૌરવભાઈ કમજીભાઈ પારગી ઉ.વ.૨૫ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ૫ જતા મોત નિપજયાનું કમજીભાઈ ખેતાભાઈ પારગીએ વિડયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
ભાવનગરમાં પરીણીતાને ત્રાસ અપાયો
ભાવનગર પરણાવેલ હાલ પિય૨ અમરેલી રહેતી જેનબબેન કયુમભાઈ પઠાણ ઉ.વ.૨૫ ને લગ્ન જીવન દરમ્યાન આરોપીઓએ દિકરીનો જન્મ થયેલ હોય. જે બાબતે છુટાછેડા આપી દેવા પતિ કયુમ મુસ્તાકભાઈ, સાસુ સુરૈયાબેન મુસ્તાકભાઈ, સસરા, મુસ્તાક પઠાણ,જેઠ સાજીસ મુસ્તાકભાઈ પઠાણ દ્વારા અવાર નવાર મેણાટોણા મારી શારીરીક અને માનસિક દુઃખ ત્રાસ આપી સાસુએ ગાળો બોલી પતિ તથા સાસુએ ઢીકાપાટુંનો મુંઢમાર મારી શરીરે જમણા હાથના અંગુઠામાં ફેકચર કરી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની અમરેલી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વડિયાના અરજણસુખ ગામે પ્રૌઢ ઉપર હુમલો
અરજણસુખ ગામે શિક્ષક તરીકે નોકરી કરતા બાબુલાલ રામજીભાઈ મોવલીયા ઉ.વ.૫૨ તા.૨-૧૨ ના સાંજના અરજણસુખ ગામે આવેલ તેમની વાડીએ જતા હોય. અને આરોપી ઘનશ્યામ રમેશભાઈ મોવલીયાની વાડી તેમના શેઢે આવેલ હોય. અને ઘનશ્યામે શેઢા પાસે પાણીનો પાઈપ રાખેલ હોય. જે પાઈપના પાણીના ફોર્સથી બાબુલાલની જમીનમાં નુકશાન થતુ હોય. જેથી તેને સમજાવવા જતા ઘનશ્યામે ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી લાકડાના બટકા વડે બાબુલાલને ડાબા પગના સાથળ તેમજ ડાબા હાથની કોણી નીચે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અમરેલીના ચિતલમાં યુવતિ ગૂમ
અમરેલી તાલુકાના ચિતલ ગામે રહેતી યુવતિ પોતાના બ્યુટીપાર્લરમાં ગયેલ હોય. ત્યાંથી કોઈને કહયા વગર ગુમ થયાનું યુવતિના પિતાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
૯ શખ્સો નશો કરેલ હાલતમાં ઝડપાયા
અમરેલી જીલ્લામાં પોલીસે જુદા જુદા સ્થળોએથી ૯ શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જેમાં સાવરકુંડલા રૂરુલ, અમરેલીસર્સીટી, દામનગર અને બાબરા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
