News of Friday, 5th December 2025
ઉનામાં લાઇબ્રેરી ચોકમાં દુકાનની દીવાલ ધરાશાયી થતાં બે શ્રમિકોના મોત
- દુકાનની દીવાલ ધરાશાય થતાં ચણતરનું કામ કરી રહેલા બે આશાસ્પદ યુવાનોના દીવાલ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત

ગીર સોમનાથમાં દુકાનની દિવાલ પડતાં બે શ્રમિકના મોત થયાં છે. ઉના લાઈબ્રેરી ચોકમાં દુકાનની દિવાલ પડતા દુર્ઘટના સર્જાઈ હતી. અચાનક દુકાનની દિવાલ ધરાશાયી થતાં બે શ્રમિકો દટાયા હતાં. હોસ્પિટલમાં ડોક્ટરે બે શ્રમિકોને મૃત જાહેર કર્યા હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર, લાઇબ્રેરી ચોકમાં આવેલી ઈમ્તિયાઝભાઈ વોરાની વખારનું બાંધકામ અરજણભાઈ ડેસર નામના કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું. સાંજના સમયે, દીવાલના ચણતરનું કામ પૂર્ણ કરી આ બન્ને શ્રમિકો ટ્રેક્ટરમાં કચરો સાફ-સફાઈ કરીને ભરી રહ્યા હતા. તે જ વખતે અચાનક દીવાલ ધડાકાભેર ધરાશાય થઈ હતી અને બન્ને યુવાનો તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
ધડાકાનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દબાયેલા બન્ને યુવાનોને બહાર કાઢ્યા હતા. જોકે, ગંભીર ઇજાઓને કારણે બન્નેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોની ઓળખ મુસ્તાકભાઈ અબ્દુલ કરીમ નરપાલી ઉં.વ. 40, રહે. તાઈવાડા, ઉના અને ઈરફાન હાજીભાઈ મન્સુરી ઉં.વ. 35, રહે. પટેલ કોલોની, ઉના, તરીકે થઈ છે. બંને મૃતકો મૂળ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વતની હોવાનું જાણવા મળ્યું છે.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
