<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

મોરબીમાં અચાનક ચક્કર આવ્યા, પડી ગયા બાદ હાર્ટ એટેકથી યુવાનનું મોત.

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવે શ્રીજી એસ્ટેટમાં હાઈટેક એન્જિનિયરિંગ પ્લોટ નં-6 ના કવાર્ટરમાં રહેતા યુવાનને ચક્કર આવતા તે પડી ગયો

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ કારખાનાના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ચક્કર આવતા તે પડી ગયો હતો અને હાર્ટ એટેક જેવી સ્થિતિ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તે યુવાનનું હાર્ટએટેકના કારણે મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવે શ્રીજી એસ્ટેટમાં હાઈટેક એન્જિનિયરિંગ પ્લોટ નં-6 ના કવાર્ટરમાં રહેતા પંકજકુમાર કામેશ્વરસિંગ મહતો (28) નામનો યુવાન પોતાની ઓરડીમાં હતો ત્યારે તેને ચક્કર આવતા તે પડી ગયો હતો અને તેને હાર્ટ એટેક જેવી પરિસ્થિતિ હોય તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા હતા ત્યારે રસ્તામાં તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


 

(1:03 AM IST)