News of Friday, 5th December 2025
સુત્રાપાડા બંદરે ખાતે રામદેવજી મહારાજ, રામચંદ્ર ભગવાન અને મા અંબાજી માતાજીનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ગુજરાત ભરના માછીમાર સમાજના આગેવાનો જોડાયા

પ્રભાસપાટણ તા.૫: સુત્રાપાડા બંદર ખાતે સમસ્ત સુત્રાપાડા બંદર દરિયા છોરુ સમાજ દ્વારા શ્રી રામદેવજી મહારાજ તેમજ પ્રભુ શ્રી રામચંદ્ર અને શ્રી અંબા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શોભાયાત્રા કાઢવામાં આવેલ સુત્રાપાડા મચ્છીમાર સમાજની તમામ સમાજો જોડાઈ હતી આ મંદિર બનાવા મા સુત્રાપાડા મચ્છીમાર સમાજ તમામ સમજો એક થઇ આ આયોજન કરેલું ત્યારબાદ શ્રી રામદેવજી મહારાજની ધ્વજારોહણ તેમજ પ્રભુ શ્રીરામચંદ્રજી અને અંબાજી માતાજીની પ્રતિમાની પૂજા વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે સમસ્ત ગુજરાત ખરવા સમાજના ઉપપ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા, ના વરદ હસ્તે ધ્વજા ની આરતી ધ્વજારોહણ કરવામા આવેલ હતુ. આ પ્રસંગે સમગ્ર ગુજરાત માંથી મચ્છીમાર સમાજ હાજર રહી હતી પોરબંદર ખારવા સમાજ અને ગુજરાત ખારવા સમાજ ના પ્રમુખ પવન ભાઈ શિયાર, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને ગુજરાત ખારવા સમાજના ઉપ પ્રમુખ અખિલ ગુજરાત મચ્છીમાર મહા મંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા વેરાવળ ખારવા સમાજ ના ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, ગુજરાત કોળી બારગામ સમજના પ્રમુખ ભીખા ભાઈ, પૂર્વ પ્રમુખ લક્ષમર ભાઈ, ઘોઘલા ખારવા સમાજ ના પટેલ ,દીવ ખારવા સમાજ અને ૬ ગામ ખારવા સમાજ ના પ્રમુખ મગન ભાઈ, માઢવાર ખારવા સમાજના પટેલ તેમજ માઢવાળ કોળી સમાજના પટેલ, મૂળદ્વારકા ખારવા સમાજના પટેલ તેમજ કોળી સમાજ ના પટેલ ,ધામરળેજ ખારવા સમાજ ના પટેલ તેમજ કોળી સમાજ ના પટેલ સહીત સમગ્ર સુત્રાપાડા માંથી મચ્છીમાર સમાજના પટેલ પ્રમુખો હાજર રહ્યા હતા સાથે વેરાવળ સમસ્ત ખારવા સમાજના આગેવાનો તેમજ દરિયાપતિના તમામ ખારવા સમાજના પટેલશ્રીઓ, પ્રમુખશ્રીઓ, આગેવાનોશ્રીઓ, તેમજ ખારવા સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી પૂજા વિધિ નો લાભ લીધો હતો.(૩૮.૧૪)
તસ્વીર દેવાભાઇ રાઠોડ
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
