<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

ઉનામાં બે બંધ ફલેટમાં તસ્‍કરો ત્રાટકયાઃ બે લાખની મતા ગઇ

 

(નવિનભાઇ જોષી) ઉના, તા. પઃ ઊના શહેર મા બંધ ફલેટ ના તાળા તોડી તસ્‍કરો એ સોના અને ચાંદી ના દાગીના રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧ લાખ ૯૧ હજાર ૨૦૦/ની ચોરી કરી નાસી ગયેલ છે. પોલીસ ને ચેલેન્‍જ આપતા તસ્‍કરો સતર દિવસ પહેલા તપોવન આશ્રમ માં થયેલ રૂપિયા ૯ લાખ ની ચોરી નો ભેદ ઉકેલાયો નથી ત્‍યાં વધુ બે ફલેટ માં ચોરી થઇ છે.

ઊના પંથક માં તસ્‍કરો ને જાણે રેઢું પડ મળી ગયું હોય તેમ ચોરી ના બનાવો માં વધારો થયો છે. વર સીંગપુર પુર જતા રોડ ઉપર ટેલિફોન એક્‍સચેન્‍જ પાછળ આવેલ હિંગળાજ હાઉસિંગ સોસાયટી માં આવેલ ફલેટ નંબર ૪માં રહેતા ધીરુભાઈ રસિકભાઈ વાઘેલા અને તેમની પત્‍ની સાથે દરવાજા ને તાળા મારી મુંબઈ લગ્ન પ્રસંગે ગયા હતા. ત્‍યારે કોઈ અજાણ્‍યા શખ્‍સો એ રાત્રી ના સમયે તાળા તોડી રૂમ માં પ્રવેશ કરી કબાટ ના લોક તોડી તિજોરી માં રાખેલ સોનાનો ચેન ૨, સોનાની બુટ્ટી ૩ જોડી, સોનાની કાન ની સર ૨ જોડી, સોનાના નાક ના દાણા નગ ૧૦, ગણપતિ નુ પેંડલ લોકેટ, પેંડલ વાળો સોના નો સેટ કુલ ૬૫ ગ્રામ સોનું અને ચાંદી ના છડા ૪ જોડી, ચાંદી ના ઝૂડાઓ મળી ૭૦૦ગ્રામ ચાંદી અને રોકડા રૂપિયા ૫૦૦૦૦/ મળી કુલ રૂપિયા ૧,૯૧,૨૦૦/નો મુદામાલ ની ચોરી થયાની પોલીસ સ્‍ટેશન મા ધીરુ ભાઈ નો દીકરો જયેશ ભાઈ જે ઊનામાં ગીર ગઢડા રોડ આવેલ મકાન માં રહે છે તેને નોંધાવી હતી. તેમજ બાજુમાં આવેલ ફલેટ નંબર ૮ ના પણ દરવાજા ના તાળા તૂટેલ હતાં અને તેમાં રહેતા કાન્‍તિ ભાઈ જેઠવા અમદાવાદ ગયા હોય પરત આવે પછી તેમને ત્‍યાં કેટલી ચોરી થઈ હોય તે જાણવા મળે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને કાન્‍તિભાઈ ને પણ જાણ કરી છે. પોલીસ ને હજુ સુધી કોઈ સગડ મળેલ નથી.

 અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ ૧૭ દિવસ પહેલા ચાચકવડ ગામની સીમમાં આવેલ તપોવન આશ્રમમાં હનુમાનજીના મંદિર માંથી રૂપિયા ૮,૭૮,૬૦૦/ની ચોરી નો હજુ સુધી ભેદ ઉકેલી શકાયો નથી ત્‍યાં તસ્‍કરો પોલીસ ને ચેલેન્‍જ કરતા હોય તેમ ઊના શહેર મા બે ફલેટ માં ચોરી કરી પોલીસની ઊંઘ ઉડાડી નાખી છે.

(10:47 AM IST)