તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Friday, 5th December 2025
માણાવદરના ગુન્હામાં પાંચ વર્ષથી ફરાર ભાવનગરનો શખ્સ ઝડપાયો

જુનાગઢઃ તા.પ, માણાવદરના આવશ્યક ચીજ વસ્તુ ધારા અધિનિયમ કલમ ૩.૭.૧૧ મુજબના કામે નાસતા ફરતા આરોપીને શોધવા માટે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. આર.કે. પરમાર દ્વારા ટીમ બનાવી શોધખોળ શરૂ કરવામાં આવેલ હતી. દરમ્યાન એસ.ઓ.જીના એ.એસ.આઇ. જીતેન્દ્ર ચૌહાણ તથા પો. કોન્સ. વિશાલ ઓડેદરા, કૃણાલ પરમારનાઓને ટેકનીકલ તથા હ્યુમન સોર્સની મદદથી હકીકત મળેલ કે, ઉપરોકત ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અરૂણ પ્રયાગચંદ રાઠી રે. ઇસ્કોન મેગા સીટી, હિમાલય મોલ નજીક સદરહુ આરોપીને હસ્તગત કરી માણાવદર પો. સ્ટેને સોપેલ છે.
આ કામગીરીમાં ડ્રા. હેડ કોન્સ. જયેશ બકોત્રા વિગેરે સ્ટાફ જોડાયેલ હતા
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
